વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ લડી લેવાના મૂડમાં
વડોદરા, લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની વિધાસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, આ ચૂંટણીમાં વાઘોડિયાની બેઠકનો પણ સમાવેશ થાય છે. વાઘોડિયાના ભાજપના પૂર્વ નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટણી થવાની છે ત્યારે મધુ શ્રીવાસ્તવે બળાપો કાઢીને પોતાની વાત રજૂ કરી છે. પોતે ચૂંટણી લડશે કે નહીં તેવી ચર્ચા પર શ્રીવાસ્તવે જણાવ્યું કે, વાઘોડિયા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે તે પછી કેવા સમિકરણો બને છે તે પછી ઉતરવાનું છે.
ભાજપને સપોર્ટ કરવો હશે તો પણ કરી શકીશ અને સામે લડવું હશે તો પણ લડી શકું છું. પોતાની સાથે બેઈમાની થયાની વાત કરીને મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મારી સાથે બેઈમાની થઈ તેના કારણે હું નારાજ છું. તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કરવાની વાત પણ મધુ શ્રીવાસ્તવે કરી છે, આ સાથે તેમણે સાંસદ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરીને મધુ શ્રીવાસ્તવે સમય આવ્યે બતાવવાની વાત કરી છે. વિકાસ વિશે વાત કરીને તેમણે કહ્યું કે, વડોદરા અને ગુજરાતનો વિકાસ થયો છે, પરંતુ તે એક જ વ્યક્તિએ નથી કર્યો, બધાએ મળીને કર્યો છે.
પોતે ચૂંટણીના મેદાનમાં ક્યારે ઉતરશે તેવા સવાલ પર મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ચૂંટણી લડનારા કેટલા છે તે જોયા પછી હું નક્કી કરીશ. બધું જોયા પછી હું વાધોડિયા વિધાનસભા અને વડોદરાની સંસદ બેઠક પરથી ચૂંટણી લડીશ.SS1MS