Western Times News

Gujarati News

ધો.૧૨ની પૂરક પરીક્ષા માટે હવે ૨૧મી સુધી ફોર્મ ભરી શકાશે

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કર્યાે હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાના લીધે હવે ૨૧ મે સુધી ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે.

આમ, હવે ૨૧મી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા ફેબ્›આરી-માર્ચ-૨૦૨૫માં લેવામાં આવી હતી. જેના પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહેલા હોય અથવા એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ વર્ષ-૨૦૨૫ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.

આ ઉપરાંત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, પરંતુ પોતાના પરિણામને સુધારવા માગે છે તેવા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.પૂરક પરીક્ષા માટેના આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે.

આવેદન કરવાની પ્રક્રિયા અને ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી.

જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. પરીક્ષાનું ઓનલાઇન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ ૧૯ મે સુધી નક્કી કરવામાં આવી હતી, પરંતુ હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા બોર્ડ દ્વારા મુદત વધારવામાં આવી છે.

જે અનુસાર હવે ૨૧ મે સુધી પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે.

જેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી, પરંતુ પૂરક પરીક્ષા-૨૦૨૫ માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષયમાં પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો તે વિષય માટેનું આવેદન ઓનલાઇન સબમીટ કરી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબર સામે ટીકમાર્ક કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.