Western Times News

Gujarati News

ગ્લેન્ડ ફાર્માનો IPO 9 નવેમ્બર, 2020ના રોજ ખુલશે

અમદાવાદ : દેશમાં ફાર્મા સેક્ટરનો સૌથી મોટો આઇપીઓ 9 નવેમ્બર, 2020 ના રોજ આવી રહયો છે. ગ્લેન્ડ ફાર્માના ઈશ્યુ 9 તારીખે ખુલીને 11 નવેમ્બરે બંધ થશે. કંપનીએ આઇપીઓ માટે 1490-1500 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. આઇપીઓ 1500 રૂપિયાના આધાર પર કંપની 6479 કરોડ રૂપિયા એકત્ર કરશે. આઇપીઓના લીડ મેનેજરમાં સીટી, નોમુરા અને કોટક મહિન્દ્રા બેન્ક છે. ગ્લેન્ડ ફાર્માનો આ આઈપીઓ શેરોના પ્રાઈમરી અને સેકન્ડરી એમ બંને તરફના ઈશ્યુનું મિશ્રણ હશે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર આ IPO હેઠળ 1250 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ આવી શકે છે જ્યારે 4750 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ રાખવામાં આવી શકે છે. એટલે કે આ ઈશ્યુની સાઈઝ 6479 કરોડ રૂપિયા થઇ શકે છે. ઓફર ફોર સેલમાં 1.93 કરોડ શેરનું વેચાણ કંપનીની પ્રમોટર ફોસન ફાર્મા કરશે જ્યારે 1 કરોડ શેરનું વેચાણ ગ્લેન્ડ સેલસ બાયો કેમિકલ કરશે. હાલમાં ફોસુન ગ્રુપની હિસ્સેદારી લગભગ 78 ટકા છે જે ઈસ્યુ બાદ 58 ટકા જેટલી થશે.

એમ્પવાર 35.73 લાખ શેર અને નિલય 18.74 લાખ શેર વેચશે.આ આઇપીઓ દેશનો સૌથી  મોટો આઇપીઓ છે.

આ ઈશ્યુ થકી ચીનનું ફોસુન ગ્રુપ અને કંપનીના ભારતીય ફાઉન્ડર પોતાની હિસ્સેદારી વેચવા જઈ રહ્યા છે.કંપની 9 નવેમ્બર 2020માં પોતાનો આઇપીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ આઇપીઓથી મળનાર મોટાભાગના નાણાંનો ઉપયોગ કંપનીના ભારતીય કારોબારના કેપેક્સ અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પુરી કરવા માટે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.