Western Times News

Gujarati News

આણંદમાં ૧૭ લાખની નકલી નોટો સાથે ચારની ધરપકડ

આંણદ, ગુજરાતમાં નકલી નોટો બજારમાં ફરતી કરવાના રેકેટનો પોલીસે પર્દાફાસ કર્યાે હતો. આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન ૧૭ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. જેમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા’ના લખાણવાળી રૂપિયા ૫૦૦ના દરની કુલ ૩૪૦૦ નોટો જપ્ત કરાઈ હતી.

પોલીસે સાતમાંથી ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ૨ આરોપીઓ તારાપુરના જ્યારે બીજા ગોધરા, તાલાળાના રહેવાસી હતા. વધુ તાપસ અર્થે તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી બ્રાન્ચને સોંપ્યા હતા.આ અંગે મળતી વિગતો મુજબ, સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો રહેલો હોવાની પોલીસને બાતમી મળી હતી.

આ બાતમી આધારે પોલીસે ૨૭ ડિસેમ્બરની રાત્રે મોટી ચોકડી પર તૈયારીઓ સાથે વોચ ગોઠવી રાખી હતી. આ દરમિયાન એક કારમાં કુલ ચાર શખ્સ જોવા મળતા, પોલીસે તેમની અટકાયત કરી પુછપરછ કરતાં તેમણે પોતાની ઓળખ પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને પ્રકાશ વિક્રમ વાળા તરીકે આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.