Western Times News

Gujarati News

સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા

વાશિગ્ટન, સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, સ્પેસએક્સ ક્રૂ ડ્રેગનનું ફ્લોરિડા કિનારે લેન્ડિંગનાસાએ પુષ્ટિ કરી છે કે ૧૯ માર્ચે ભારતીય સમય અનુસાર બરાબર ૩ઃ૨૭ વાગ્યે અવકાશયાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા પછી, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, બે અન્ય અવકાશ વૈજ્ઞાનિકો નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સાથે, સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. સ્પેસએક્સનું ક્રૂ ૯ ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના દરિયાકાંઠે સમુદ્રમાં ઉતર્યું છે.

નાસાએ પુષ્ટિ આપી છે કે અવકાશયાન ૧૯ માર્ચની સવારે ભારતીય સમય મુજબ બરાબર ૩ઃ૨૭ વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ ઐતિહાસિક વાપસી સાથે, નાસા સતત મિશન સંબંધિત માહિતી શેર કરી રહ્યું છે.સ્પેસએક્સનું આ ક્રૂ મિશન ૧૫ માર્ચે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનની જવાબદારી એલોન મસ્કને સોંપી હતી જેથી બંને અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પાછા આવી શકે. જોકે, કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે મિશનમાં વિલંબ થયો હતો, પરંતુ ૧૭ કલાકની મુસાફરી બાદ તે આખરે સફળતાપૂર્વક પૂર્ણ થયું.

પૃથ્વી પર સફળ ઉતરાણ પછી સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર ડ્રેગન અવકાશયાનમાંથી બહાર નીકળ્યાફ્લોરિડાના દરિયાકાંઠે સફળ સ્પ્લેશડાઉન પછી, નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અને અન્ય બે કમાન્ડર નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સ્પેસએક્સ ક્‰ ૯ ડ્રેગન અવકાશયાનમાંથી બહાર નીકળી ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.