Western Times News

Gujarati News

લાંભામાં ચાર ગેરકાયદે રો-હાઉસ તોડી પડાયા

મ્યુનિ. તંત્ર દ્વારા ઓઢવમાં નવ કોમર્શિયલ યુનિટને તાળાં મરાયા

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં રોજેરોજ ગેરકાયદે બાંધકામ, મ્યુનિ. પ્લોટ અને ટીપી રોડ પર કરાયેલા દબાણ વગેરેને જમીનદોસ્ત કરવાનું ઓપરેશન ડિમોલિશન ચાલતું રહે છે, જે હેઠળ ગઈકાલે દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ગેરકાયદે ચાર રો-હાઉસને તંત્રે જમીનદોસ્ત કરતા આવા બાંધકામ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

પૂર્વ ઝોનના લાંભા વોર્ડની ટીપી સ્કીમ નં.૧રપ (સૈજપુર-ગોપાલપુર-શાહવાડી) રેફરન્સ સર્વે નંબર – ર૧ર પૈકીના નારોલ વિસ્તારમાં આવેલા શ્રીરામ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક નજીક ૯૦૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં રહેણાંકના રો-હાઉસ પ્રકારના કુલ ગેરકાયદે ચાર બાંધકામ કરાયા હતા

આ બાંધકામ સામે તંત્ર દ્વારા જીપીએમસી એકટ-૧૯૪૯ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આીવ હતી. જાેકે બાંધકામકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ દૂર કર્યું ન હતું. જેના કારણે તંત્ર દ્વારા એસઆરપી બંદોબસ્ત, જેસીબી, બ્રેકર, દબાણગાડી, ખાનગી મજૂરોની મદદ લઈ તેને તોડી પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વટવા વોર્ડમાં ટીપી સ્કીમન નં.૮૮ (વટવા-ર) ફાઈનલ પ્લોટ નં.૩૪/૧ પૈકીમાં વાંદરવટ તળાવ પાસે ઉત્સવ રેસિડેન્સી સામે રરરપ૦ ચોરસફુટ ક્ષેત્રફળમાં પ્લીન્થ લેવલ સુધીનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેની સામે પણ તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. જાેકે બાંધકામકર્તા દ્વારા સ્વેચ્છાએ બાંધકામ દૂર ન કરતા તંત્રે જેસીબી, બ્રેકર, દબાણગાડી, ખાનગી મજૂરો અને એસઆરપી બંદોબસ્ત સાથે તેને દૂર કર્યું હતું.

જયારે પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં નવ કોમર્શિયલ પ્રકારના યુનિટને તંત્રે તાળા મારી દીધા હતા. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે મુકાયેલા દશ વાહનને લોક મારી રૂ.ચા રહજાર વહીવટીચાર્જ પણ વસુલાયો હતો. રામોલ- હાથીજણ તથા વસ્ત્રાલ વોર્ડમાં ર૦ કાચાં ઝુપડાં દૂર કરવામાં આવ્યા હતા

તેમજ બે લારી એક બંધ વાહન, ૩૦ બોર્ડ- બેનર્સ અને પ૧ પરચૂરણ માલસામાન જપ્ત કર્યો હતો. નિકોલ વોર્ડમાં ૧૭ વાહનને તાળાં મારી રૂ.૪પ૦૦, વિરાટનગરમાં નવ વાહનને તાળા મારી રૂ. ત્રણ હજાર, વસ્ત્રાલમાં ૧૩ વાહનને તાળા મારી રૂ.ર૬૦૦, અમરાઈવાડીમાં છ વાહનને તાળા મારી રૂ.૧ર૦૦, ગોમતીપુરમાં આઠ વાહનને તાળાં મારી રૂા.૧ર૦૦ અને ભાઈપુરામાં પાંચ વાહનને તાળા મારી રૂ.એક હજાર વહીવટીચાર્જ તંત્રે વસૂલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.