દિલ્હીમાં એક જ પરિવારના ચાર સભ્યોની કરપીણ હત્યા
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર સનસનીખેજ હત્યાકાંડના મામલો સામે આવ્યો છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લાના પાલન વિસ્તારમાં એક જ ઘરમાંથી ચાર લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે.
શરુઆતી જાણકારી અનુસાર, આ આત્મહત્યા નથી, પણ હત્યાનો મામલો છે. સૂત્રોનું માનીએ તો, એક છોકરાએ પોતાના માતા-પિતા, એક બહેન અને દાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સૂત્રોનું માનીએ તો, આ ઘટના પાલન વિસ્તારના રાજનગર પાર્ટ-૨ વિસ્તારમાં મંગળવારે લગભગ રાતના ૧૦ કલાકને ૩૧ મિનિટે થઈ હતી. પોલીસને આ સમયે હત્યાકાંડની જાણકારી મળી. હાલમાં આરોપી છોકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલી રહી છે કે, આખરે તેણે પોતાના જ પરિવારને શા માટે મોતને ઘાટ ઉતારી દીધો.
પ્રાપ્ત વિગતો અનુસાર, જાેઈએ તો, આરોપીએ ચાર લોકોની ચાકૂ મારીને હત્યા કરી દીધી છે. આરોપી છોકરા ડ્રગ્સની આદતથી પરેશાન હતો અને હાલમાં જ તે ડ્રગ્સ એડિક્શન સેન્ટરમાંથી બહાર આવ્યો હતો. ત્યાર બાદ તેણે આ ઘટનાનો અંજામ આપ્યો છે.
આરોપી છોકરાનું નામ કેશવ છે. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારને જપ્ત કરી દીધું છે. જે લોકોની હત્યા થઈ, તેમની ઓળખાણ કરાઈ છે. જેમાં દિવાનો (આરોપીની દાદી), દિનેશ કુમાર (આરોપીના પિતા), દર્શન રાની (આરોપીની માતા), ઉર્વશી (આરોપીની બહેન)નો સમાવેશ થાય છે.SS1MS