મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ૩ લાખ હારી જતા યુવાનનું ચાર શખ્સોએ કર્યુ અપહરણ

મોરબી, મોરબીમાં ઓગણીસ વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવી રૂ. ૩ લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને રૂપિયા આપવા દબાણ કરી ધમકી આપતા મહેશ ઉર્ફે રાહુલ રામભાઈ ડાંગર, શિવમ બાબુભાઈ જારીયા અને દિવ્યેશ રમેશભાઈ ડાંગર રહે ત્રણેય અને એક અજાણ્યો માણસ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ લતમાં ફસાઈ ચૂકેલા મોરબીના ખેવારીયા ગામે રહેતા વંશ મહેશભાઈ ઉભડીયા (ઉ.વ.૧૯) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે આ યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સટ્ટામાં તે અવારનવાર જીતતો અને હારતો હતો એ પછી આ ગેમમાં ફસાઈ ગયો હતો.
આ યુવાન શિવમ જારીયા પાસેથી રૂ ૧.૧૦ લાખ જેટલી રકમ જીતતો હતો પરંતુ તેને કહ્યું તારે રૂપિયા જોતા હોય તો રૂ ૫૦ હજાર ઉપરના સોદા નાખવા પડશે જેથી મજબૂરીમાં શિવમ જારીયા સાથે ક્રિકેટ મેચના સોદા નાખતો હતો .
અને તા. ૨૭-૦૪-૨૫ ના રોજ સોમવારે હિસાબ કરતા શિવમ જારીયાએ તું રૂ. ૪૦ હજાર હારી ગયો છો જેથી હાલ રૂપિયા નથી કહેતા શિવમ જારીયાએ તેના મિત્ર રાહુલ ડાંગર સાથે મોબાઈલ પર ફોન કરીને વાત કરી રાહુલ ડાંગરને આપતા રાહુલ ડાંગરે ગાળો આપી તારે રૂ ૪૦ હજાર આપવા પડશે નહીતર શો રૂમે આવી તને ઉપાડી જઈશ કહીને ધમકી આપી હતી જેથી શિવમ જારીયામા વારંવાર નાણા નાખતો હતો.
મેચ ચાલુ હોવાથી ફરી સોદા નાખતો હતો આઈપીએલ મેચ બંધ થતા ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ હોવાથી તેમાં સોદા નાખતો હતો અને શિવમ જારીયાએ તું ફરીવાર અમારી સાથે રૂ ૩ લાખ હારી ગયો છો કહેતા ફરિયાદી યુવાને રૂપિયા નથી તેમ કહેતા તા. ૧૧-૦૫-૨૫ ના રોજ શિવમ જારીયાના મોબાઈલ અને મહેશ ડાંગર મોબાઈલમાંથી ધમકી આપતા હતા કે તારે રૂપિયા આપવા પડશે નહીતર ઘરે આવીને ઉપાડી લેશું કહીને ધમકી આપતા હતા જેથી નંબર બ્લોકમાં નાખી દીધા હતા.
આજે તા. ૧૫ ના રોજ ફરિયાદી વંશ અને તેનો મિત્ર મનોજ મુછ્ડીયા બંને બપોરે એકાદ વાગ્યે એકટીવા અને મનોજભાઈ તેના મોટરસાયકલમાં મોરબી કંડલા બાયપાસ કામધેનું પાસે પહોંચ્યા ત્યારે મહેશ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યો ઇસમ બે મોટરસાયકલ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહેશ ડાંગરે ફરિયાદીનો ફોન લઇ લીધો હતો અને એકટીવામાં મહેશ બેસી ગયો અને યુવાનનું એકટીવા ચલાવવા લાગ્યો હતો જેને વાવડી, ચાચાપર, ખાનપર અને ગજડી ગામ બાજુ લઇ ગયા હતા અને એકટીવામાં બેસાડી રૂપિયા આપવા દબાણ કરતો હતો.SS1MS