પહેલગામ હુમલા બાદ દાહોદમાં ચેકિંગ ચાર પાકિસ્તાની મહિલાઓ ઓળખાઇ

દાહોદ, ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં રોષ ફેલાયેલો છે. રાજ્ય સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને તેમના વતન પરત મોકલવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. સાથે સાથે બાંગ્લાદેશીઓને પણ ક્રોસ ચેક કરી તેમને પણ તેમના વતન ડિપાર્ટ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ત્યારે દાહોદ જિલ્લામાં એ.સો.જી તેમજ એલ.સી.બી દ્વારા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓને શોધવા માટે જુદા-જુદા એકમો તેમજ વિસ્તારોમાં ચેકીગ આ ધરવામાં આવ્યું છે.ત્યારે સરકારી ચોપડે નોંધાયેલા ચાર પાકિસ્તાની નાગરિકોની પોલીસ દ્વારા મુલાકાત કરી તને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
એસઓજી એલસીબી પોલીસે દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ૪૦ થી વધુ નાગરિકોને ક્રોસ વેરીફાઈ કરવામાં આવ્યા છે. જેમાં એક પણ બાંગ્લાદેશી મળી આવ્યું નથી. દરમિયાન પર પ્રાંતીઓને ભાડે મકાન આપ્યા બાદ પોલીસને જાણ ન કરતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં ચાર પાકિસ્તાની નાગરિકો સરકારી ચોપડે નોંધાયેલા છે. ઉપરોક્ત પાકિસ્તાની નાગરિકો મહિલાઓ હોવાનું સામે આવ્યું છે. તેઓ લોંગ ટર્મ વિઝા લઈ ભારત આવ્યા છે અને પરણેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ મહિલાઓ પીપલોદમાં જ્યારે એક મહિલા દાહોદમાં વસવાટ કરી રહી છે.
પોલીસે ચારેય પાકિસ્તાની મહિલાઓની મુલાકાત લઇ તમે ડોક્યુમેન્ટ વેરીફાઇ કરી તેનો રિપોર્ટ વિભાગમાં મોકલી દીધા છે. હવે ગૃહ વિભાગમાંથી પોલીસી નક્કી થયા બાદ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એસ.ઓ.જી, એલસીબી પોલીસે ડ્રાઇવ દરમિયાન દેવગઢ બારીયા, દાહોદ, ઝાલોદ, લીમખેડા, લીમડી, સીંગવડ વિસ્તારમાં વસવાટ કરતા તેમજ બેકરી, દાળ મિલ તથા અન્ય એકમોમાં કામ કરતા ૪૦ થી વધુ નાગરિકોને બાંગ્લાદેશી હોવાની શંકાએ ક્રોસ વેરીફીકેશન કર્યાે હતો.
પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના નીકળ્યા હતા. પોલીસે તેમના આધારકાર્ડ પણ ક્રોસ વેરિફિકેશન કર્યા હતા. આ ઉપરાંત ઉપરોક્ત પરપ્રાંતીઓને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરવા બદલ ૧૧ જેટલા મકાન માલિકો વિરુદ્ધ એસ.ઓ.જી પોલીસે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા છે.SS1MS