Western Times News

Gujarati News

ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યા

અમદાવાદ, કચ્છમાં ફરી એકવાર હચમચાવી દે તેવી ઘટના બની છે, આ વખતે કાર અને ટ્રકના અકસ્માતમાં કારમાં સવાર ૪ લોકોના મોત થઈ ગયા છે, મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. પરિવારના સભ્યો કોઈ કામથી હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે નખત્રાણામાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કારમાં ૬ જેટલા લોકો સવાર હતા જેમાંથી ચારના મોત થઈ ગયા છે અને બાકીના બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિવાર કારમાં હોસ્પિટલના કામથી માંડવી જઈ રહ્યો હતો અને તે દરમિયાન રસ્તામાં પાર્ક કરેલા ટ્રકમાં કાર અથડાઈ જવાની ઘટના બની હતી.

કારના ડ્રાઈવરને કશું સમજાય તે પહેલા જ દેવપરા અને ધવડા વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થઈ ગયો હતો. મૃતકોમાં બે મહિલા એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મોતને ભેટેલા લોકો નખત્રાણાના મણીનગરનો ગોસ્વામી પરિવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. નખત્રાણા પોલીસ દ્વારા આ અકસ્માતની ઘટનામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.