બેંકમાં 14 લાખની લુંટ કરનાર ચાર શખ્સો UPથી ઝડપાયા
ક્રાઈમ બ્રાંચની ટીમે સીસીટીવી કેમેરાના ફુટેજ વગેરેના આધારે તપાસ કરીને ઉત્તરપ્રદેશથી પકડી પાડ્યા
સુરત, શહેરના વાંઝ ગામે ધોળા દિવસ બેંકમાં ઘુસીને પિસ્તોલની અણીએ રૂ.૧૪ લાખની લુંટ કરીને બાઈક પર નાસી ગયેલા પાંચ શખ્સ પૈકી ચારને યુપીમાંથી પોલીસ ઝડપે લીધા હતા.
સુરત પોલીસ કમીશ્નરના જણાવ્યા અનુસાર સચીન પોલીસ મથકની હદ વિસ્તારરમાં સમાવીષ્ટ વાંઝ ગામમાં તા.૧૧ ઓગષ્ટના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસમાં બેક ઓફ મહારાષ્ટ્રમાં બે બાઈક પર પાંચ લુટારૂઓ ત્રાટકયા હતા. આ પાંચેય લુંટારૂઓ વારા ફરતી બેકમાં ઘુસ્યા હતા.
અને બેંકમાં રાબેતા મુજબ ફરજ બજાવી રહેલા કર્મચારીઓ કંઈ સમજે વિચારે તે પહેલા જ આ લુટારુઓને પિસ્તોલ બતાવી આખે આખી બંેકને બાનમાં લઈ લીધી હતી. બેકમાં ફરજ બજાવતા કર્મચારીઓને એક પછી એક બંધક બનાવી લીધા હતા. અંદાજે રૂા.૧૪ લાખ જેટલી રકમની લુંટ કરીને નાસી ગયા હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમીે સીસીટીવી કેમેરાના ફુટેજ વગેરેના આધારે તપાસ કરીને ઉત્તરપ્રદેશથી અરબાજખાન શાનમહમદખાન ગુજર વીપીનસિંગ સોમેન્દ્રસિંગ ઠાકુર, અનુજ પ્રતાપસીગ ધરમરાજસિંગ ઠાકુર, ફુરકાન અહેમદ મોહમદ સફે ગુજરને ઝડપી પાડયા હતા.
જેમાં મુખ્ય આરોપી વીપીનસિંગ સોમેન્દ્રસિંગ ઠાકુરની પુછપરછ કરતા તે ૩ર ગુનામાં સંડોવાયેલા છે. દોઢ વર્ષ અગાઉ જેલમાંથી છુટી પૈસા ન હોવાથી સુરત આવી મહારાષ્ટ્ર બેકમાં લુંટ કરવા માટે તેમના સાગરીતો સાથે ઘુસ્યો હતો. અને બેંકની બહાર વોચમેન ન હોવાને કારણે રૂા.૧૪ લાખની રકમની લુંટ કરી બરોડા ભાગી ગયા હતા.
અને બરોડાથી અલગ અલગ રીતે ઉત્તરપ્રદેશ પહોચ્યા હતા. આરોપીઓ પાસેથી એક પીસ્ટલ તેમજ રાઉન્ડ-નંગ-ર રોકડા રૂપિયા ૧.૩૦ લાખ મોબાઈલ રૂપિયા ૧૦ હજાર કુલ મળી રૂા.૧,પ૮,૯૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. વધુમાં એક આરોપીની પોલીસ દ્વારા શોધખોળ કરી રહી છે.