મુંબઈના કાંદિવલીમાં ચાર રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત
મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અચાનક ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે રાતે સવા ૧૨ વાગ્યા આસપાસ અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી.
ત્યારે મુંબઈના કાંદિવલીમાં બાઇક પર બેસીને બે યુવક આવ્યા હતા અને અચાનક ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, કાંદિવલીમાં અચાનક કરવામાં આવેલી ફાયરિંગને કારણે ૪ લોકોના મોત નીપજ્યા છે. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે ફાયરિંગની ઘટનાને અંગત વિવાદ જણાવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, જૂની અદાવતમાં આ ઘટના બની હતી. ફાયરિંગમાં જે શખ્સનું મોત થયું છે તેનું નામ અંકિત યાદવ છે. કહેવાય રહ્યુ છે કે, ગોળી મારનારા લોકો અને પીડિત શખ્સ પહેલેથી જ એકબીજાને જાણે છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપીઓએ ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. મુંબઈ પોલીસના ડીસીપી વિશાલ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, બે છોકરા બાઇક પર બેસીને આવ્યા અને કાંદિવલીમાં ફાયરિંગ કર્યુ હતુ. બાઇક પર સવાર થઈને આવેલા યુવકો ફાયરિંગ કર્યા પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની ઘટના પાછળનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
હાલ ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ૯ સપ્ટેમ્બરે પણ એક ફાયરિંગની ઘટના બની હતી, તેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.SS1MS