ઓનલાઇન IPL T20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ચાર સટોડીયાઓ ઝડપાયા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ હાલમાં IPL T20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગના જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાના અસરકારક પેટ્રોલીંગ કરી આવી અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર Four speculators were caught playing online cricket betting from Valiya
એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ એમ.જે.બારોટ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સેવાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન હેઙકો.ઋતુરાજસિંહ તથા.
ગીરીશભાઇ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી હકિકત આધારે સેવાલીયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતેથી વર્ના કાર નં.જી.જે.૦૭.ડીડી.૫૪૮૯ માં બેઠેલ ચાર ઇસમો ફરતા ફરી પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ ૈંઁન્ ્-૨૦ ક્રિકેટ મેચ રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ વચ્ચેની ક્રિકેટ મેચમાં ઓનલાઇન પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ લાભ મેળવવા ક્રિકેટ સટ્ટો રમી રમાડતા મળી આવતા
તમામની અંગ જડતીના રોકડા રૂ.૨,૯૦૦/- તથા ૪ મોબાઇલ ફોન કિ.રૂ.૩૫,૦૦૦/- તથા વર્ના કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૫,૩૭,૯૦૦/- ના જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી પકડાયેલ ઇસમો વિરુદ્ધ સાથેના હેઙકો ઋતુરાતસિંહ ગોપાલસિંહ નાઓએ સેવાલીયા પો.સ્ટે જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઃ- (૧) મેહુલકુમાર અતુલભાઇ પરીખ રહે.આતરસુંબા, કુવાવાળી ફળીયું, તા.કપડવંજ જી.ખેડા (૨) યાસરહુશેન અખલાકહુશેન સૈયદ રહે.આતરસુંબા, જુના કોટ, તા.કપડવંજ જી.ખેડા (૩) રીફાકતભાઇ ઉર્ફે ફન્ટર રસીદભાઇ શેખ રહે.બાલાસિનોર તારણ સહીદ રોડ, ટીમમાલા તા.બાલસિનોર જી.મહીસાગર.
(૪) નરેન્દ્રસિંહ ઉર્ફે ફન્ટર નટવરસિંહ ચૌહાણ રહે.બાલાસિનોર ટાઉન હોલ, ટીમમાલા, છોટી ગોકુલ, તા.બાલસિનોર, જી.મહીસાગર, કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) અંગ ઝડતી રોકડા રૂ.૨,૯૦૦/- મળી આવેલ (૨) મોબાઇલ ૪-ફોન કિ.રૂા.૩,૫૦૦૦/- (૩) વર્ના કાર કિ. રૂ. ૫,૦૦,૦૦૦/-