Western Times News

Gujarati News

ફ્રાંસના મલહાઉસમાં ઇસ્લામિસ્ટ આતંકી હુમલો : એકનું મોત

હુમલાખોર છરી લઈને તૂટી પડયો હતો

૩૭ વર્ષનો હુમલાખોર શંકાસ્પદોની યાદીમાં હતો અને અલ્જિરિયામાંથી પોર્ટુગલ થઈ ફ્રાંસ પહોંચ્યો હતો

પેરિસ, (ફ્રાંસ),
દક્ષિણ જર્મની અને સ્વિત્ઝર્લેન્ડની ઉત્તરે રહેલાં પૂર્વ ફ્રાંસનાં મલહાઉસ શહેરમાં એક હુમલા ખોરે છરીથી હુમલો કરી એકની હત્યા કરી હતી તેમજ બે પોલીસ ઓફિસર્સને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. શનિવારે બનેલી આ ઘટનાને ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ઇસ્લામિક ટેરર એક્ટ કહી હતી.આ માહિતી આપતાં ફ્રાંસ-૨૪ (ફ્રાંસ ટ્‌વેન્ટીફોર) નામક વર્તમાનપત્ર જણાવે છે કે, આ હુમલાખોરની ધરપકડ કર્યા પછી ફ્રાંસનાં નેશનલ એન્ટી ટેરર પ્રોસીક્યુટર યુનિટ (પીએનએટી) જણાવે છે કે તે હુમલાખોરે પહેલાં અલ્લાહુ અકબર નામનો નારો ગજાવ્યો હતો, અને પછી છરીથી આડેધડ ઘા કરવા લાગ્યો હતો.

આ હુમલાખોર પોર્ટુગલનો નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા અંગે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે તે ઘટના એક ત્રાસવાદી ઘટના હતી. ઈસ્લામિક ત્રાસવાદી ઘટના હતી તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર ત્રાસવાદને નિર્મૂલ કરવા કટિબદ્ધ છે.વધુમાં જાણવા મળ્યું છે કે મૂળ અલ્જિરિયાનો વતની તેવો આ ત્રાસવાદી પોર્ટુગલ પહોંચ્યો હતો ત્યાંથી તે પોર્ટુગલ ગયો ત્યાંથી ફ્રાંસ પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલનું નાગરિકત્વ પણ લીધું હતું.

આ પૂર્વે ૨૦૧૫માં પણ ત્રાસવાદી હુમલાઓ યુરોપમાં થયા હતાં. તેમાં પયગમ્બર મહમ્મદ સાહેબનું ઠઠ્ઠા ચિત્ર રજૂ કરનાર સામાયિકના માલિક ચાર્લી હેબ્ડોસની ઓફીસ ઉપર પણ હુમલો થયો હતો. તેમાં એક પોલીસને ગંભીર ઇજાઓ થઈ હતી તેમ હીસ્ટ વર્તમાનપત્રે જણાવ્યું હતું.અલ હાઉસનાં મેયર મિશેલ લુત્ઝે ફેસ બુક ઉપર જણાવ્યું હતું કે આ હુમલો ત્રાસવાદી હુમલો જ હતો તે ન્યાયતંત્ર દ્વારા નિશ્ચિત કરાવવાનું રહે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.