વડોદરાના ચાર શખ્સો દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપીને યુવાનો સાથે છેતરપિંડી
પોરબંદર, ઓડદર ગામે સતીઆઈના મંદીર પાસે રહેતાં રણવીર ભોજાભાઈ ઓડેદરા નામના રર વર્ષના યુવાને પોલીસ ફરીયાદ નોધાવી છે કે, તે કમલાબાગગ નજીક પ્રકાશ પાન સામે ગુજરાત એજયુકેશન બોર્ડનું ટયુશન કલાસ ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવે છે. ઈ.સ.ર૦ર૧માં પાલનપુર રહેતા પ્રકાશ ચૌહાણ નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો.
અને વોટસએપના એક ગ્રુપમાંથી વિદેશ જવા માટેનીજાહેરાત બતાવી હતી. જેનાં આધારે વિઝાનું કામ કરતા વડોદરાના અગમ પરમાર નામના શખ્સને પોરબંદરની કુબેર હોટલમાં મળવા ગયા હતા. જયાં અગમ નગીન પરમાર, જયદીપ અશોક મોજેદાર, રક્ષીત પટેલ ફેઝખાન અને એક યુવતી નિરાલી પરમાર હાજર હતા.
તેઓએ રણવીર ઓડેદરાનો વિશ્વાસ લઈને વિદેશ જવાના હોય તેવા વ્યકિતઓને શોધવા જણાવ્યું હતું ત્યારબાદ રણવીરના પિતરાઈ ભાઈ દીપ નાગા ઓડેદરાને જર્મની ફઈની દીકરી રેખા રાજશી ખિસ્તરીયાની યુ.કે. અને રમેશ કુછડીયાનો કેનેડા જવાનું નકકી કરી રોમાનીયા માટે પાંચ લાખ કેનેડા માટે સાત લાખ યુ.કે. માટે છ લાખ અમે કહીને સમયાંતરે આ રકમ ચુકવવા જણાવ્યું હતું.
આથી દીલીપ નાગા ઓડેદરા નેભા રાણા ઓડેદરા, રેખા રાજશી ખિસ્તરીઓ પ૦-પ૦ હજાર રમેશ કુછડીયયાએ એક લાખ બખરલાના લખમણ લાભા ખુટીએ અઢી લાખ અને છાંયાના રામભાઈ આગઠે ૧ લાખ ૩પ હજાર આપ્યા હતા. જેની પહોચ પણ આપીને પોરબંદરની જુની કોર્ટમાં નોટરી સમક્ષ જયદીપ અશોક મોજેદરાએ બાહેધરી કરાર કર્યા હતા
અને ૧પ દિવસ પછી ડોકયુમેન્ટ સબમીટ થઈ જાય ત્યારે બાકીની રકમ આપવાની તેમ કહી તમામના પાસપોટ લઈ લીધા હતા ત્યારબાદ ડોકયુમેન્ટ સબમીટ થતા વાર લાગશે તેમ કહી ત્રણેય પાસેથી ૬ લાખ પ૦ હજાર લઈ લીધા હતા. ત્યારબાદ દીલીપની ટિકીટ કન્ફોમ થઈ ગયાનું કહીને બાકીની રકમ પણ વસુલી લીધી હતી. જો કે, દીલીપ ઓડેદરાને થાઈલેન્ડની ટીકીટ આપી હતી અને ત્યાંની પોલીસે પકડી લેતાં છેતરપીડી થયાનું જણાયું હતું. જેથી પોરબંદર પરત આવીને વધુ તપાસ કરતા નેભાનો વીઝાનો લેટર પણ ખોટો હોવાનું જણાયું હતું.
આમ, ચારેય સાથે રૂ.૧પ લાખ ૯૭ હજારની ઠગાઈ કરીને ચીટર ગેગે વડોદરાની ઓફીસ પણ બંધ કરી દીધી હતી. આ દરમ્યાન તેઓની પાસે પોતાની રૂપિયાની માગણી કરતા ગાળો દઈને હત્યાને ધમકી આપી હતી. જેથી અંતે અગમ નગીન પરમાર, જયદીપ અશોક મોજીદ્રા ફેઝ ખાન અને રક્ષીત પટેલ સામે છેતરપીડીની પોલીસ ફરીયાદ નોધાવી છે.