સીનીયર સીટીઝન અને મહીલાઓને ઉચું વ્યાજ આપવાની લાલચ આપી છેતરપિંડી
ઉંચું વ્યાજ આપવાની લાલચ આપીને 5.70 કરોડની ઠગાઈ કરનાર બે પકડાયા
વડોદરા, સુથ કોમર્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના નામે સીનીયર સીટીઝન અને મહીલાઓને બચતનાં નાણાનું ઉચું વ્યાજ આપવાની લાલચ આપી રૂ.૬.૭૦ કરોડની છેતરપિડી કરનાર ત્રિપુટી પૈકી બેની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે બંને આરોપી પાસેથી અન્ય વિગતો મેળવવા માટે કોર્ટમાં રજુ કરી ૮ દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવવાની વિગતવાર વાત કરીએ તો સુથ કોમર્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીનાં નામે સીનીયર સીટીઝન તેમજ મહીલાઓના બચતનાં નાણાં ઉચા વ્યાજે વળતર આપવાની લાલચે થાપણ તરીકે રોકાણ કરાવી તે રકમ પરત નહી આપી કરોડોની છેતરપિંડી કર્યાની વાઘોડીયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે રહેતા
પ્રવીણચંદ્ર હરીલાલ શાહ, બાપોદના રામદેવનગરમાં સુબેદારસિંહ વિક્રમપ્રસાદસિંહ રાજપુત અને નટરાજના પૌડ સ્વામી મુદલીયાર સામે ફરીયાદ નોધાઈ હતી.
આ દરમ્યાન ઈકો સેલની ટીમે બાતમીના આધારે ત્રિપુટી પૈકી પ્રવીણચંદ્ર હરીલાલ શાહ અને સુબેદાર સિંહવિક્રમ પ્રસાદસિંહ રાજપુત ધરપકડ કરી હતી. પોલીસે આ બાંનેને કોર્ટમાં રજુ કરી ૮ દિવસના રીમાન્ડ મેળવી ધનીષ્ઠ પુુછપરછ શરૂ કરી છે. અલબત્ત આ બનાવમાં ફરાર આરોપી નટરાજના પૌડસ્વામી મુદલીયાર ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ત્રિપુટી સુથ કોમર્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના નામે એકિસસ બેકમાં ખાતું ખોલાવી તે બેક ખાતામાં આરોપીઓ પોતાનાં ખાતાઓમાં રોકડેથી લોકો પાસેથી થાપણ તરીકે રૂા.૬.૭૦ કરોડની રકમ રોકાણ કરાવી તે રકમ પાકતી મુદતે તે પરત આપવાનો રોકાણકારોને વિશ્વાસ આપ્યો હતો
અને સુથ કોમર્સ પ્રા.લી.ના નામે કરાર પણ કર્યા હતા. પાકતી મુદત બાદ રોકાણકારો રોકાણ કરેલી રકમ લેવા ગયા ત્યારે ત્રિપુટીએ નાણાં પરત નહીં આપી ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી.