સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી નકલી ઘરેણાં પધરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ તથા છેતરપીંડીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ જાેર લગાવી રહી છે.ઉપરી અધિકારીઓની સુચના અન્વયે અંકલેશ્વર શહેર “એ” ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ.વાળા દ્વારા ટીમો બનાવી ગુના ડીટેકટ કરવા પ્રયત્ન શરૂ કરવાવમાં આવ્યા છે. ગત તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ “પદ્મનાભ ગોલ્ડ” નામની જવેલર્સની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા ૯૬,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના સાથે કુલ રૂપિયા ૧.૬૪ લાખની છેતરપીંડી કરી રફુચક્કર થઈ ગયા હતા.
તપાસ દરમ્યાન ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમ રવાના કરાઈ હતી.જાેકે આ તમામ આરોપીઓ રાજસ્થાન તરફ રવાના થી રહ્યા હોવાનું જાણવા મળતા આણંદ જીલ્લાના વાસદ પોલીસ તથા એસ.ઓ.જી. આણંદના સંકલનમાં રહી આણંદ જીલ્લા પોલીસની મદદથી ૬ આરોપીઓની કુલ રૂપિયા ૨.૬૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર “એ ડીવી. પો.સ્ટે. લાવી પુછપરછ કરતા અંકલેશ્વરના “પદ્મનાભ ગોલ્ડ” માં છેતરપિંડીના ગુના સિવાય અન્ય એક ગુનાની કબુલાત કરી હતી. આરોપીઓએ ૦૫/૦૩/૨૦૨૩ ના રોજ બોરભાઠા વિસ્તારમાં શિવ જવેલર્સના શો રૂમના સોનીને અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૩૫,૦૦૦ ના મેળવી છેતરપીંડી આચરેલ હતી.આ બંન્ને ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર “એ” ડીવી પો.સ્ટે.ના પી.એસ.આઈ આર.જી.પટેલ નાઓ ચલાવી રહ્યા છે.
સસ્તી કિંમતે સોનુ વેચવાના નામે લોકોને ઠગતી ટોળકીને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી ૧ મહિલા સહીત ૬ લોકો મુકેશ ભોપા,પ્રહલાદ ભોપા,રાજુ ભોપા,જગદીશ ભોપા, સુમેરસિંગ ભોપા, પ્રેમબાઈ ભોપાની ધરપકડ કરી છે.ટોળકી હાથની સફાઈમાં માહિર છે જે અસલી સોનુ બતાવી લેવડ – દેવડ સમયે નકલી સોનુ પધરાવી ઠગાઈ કરતી હતી. આનંદ પોલીસ સાથે જાેઈન્ટ ઓપરેશનમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટોળકીને ઝડપી પાડી અંકલેશ્વરમાં જવેલર્સ સાથે થયેલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ જવાની પેરવીમાં હતા તે દરમ્યાન ભરૂચ પોલીસની માહિતીના આધારે વાસદ પોલીસે ઠગ ટોળકીના સાગરીતોને ઝડપી બે ગુનાઓના ભેદ ઉકેલવા સાથે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.