Western Times News

Gujarati News

કેનેડાના વીઝાના નામે યુવક સાથે રૂપિયા ૧૦ લાખની છેતરપિંડી

સુરત, સુરતના કતારગામની લક્ષ્મી એન્કલેવમા સીઇસી માઇગ્રેશન નામે વીઝાની ઓફિસ ચલાવતા ત્રણે છેતરપિંડી કરી હતી. કામરેજના યુવકને કેનેડા નોકરી માટેનું કહી ૧૦ લાખ પડાવી લઈ દુબઈ લઈ ગયા હતા.

જ્યાંથી થોડા સમય બાદ પરત ફરેલા યુવકે રકમની માંગણી કરતા પૈસા પરત નહી મળતા આર્થિક રીતે સદ્ધર નહી એવા યુવકે ટેન્શનમાં આવી જંતુનાશક દવા પી લેતા સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવાયો હતો.ભોગ બનેલા યુવકે ત્રણેય સામે કામરેજ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી.

કામરેજના નનસાડ ખાતે રહેતા ૨૯ વર્ષીય યુવક છૂટક નોકરી કરે છે. કતારગામ વિસ્તારમા આવેલી સીઇસી માઈગ્રેશન નામક ઓફિસના દિપક સાવલીયા,આશિષ મોવલીયા તેમજ દિવ્યા મોવલીયાને ગત વર્ષ ૨૦૨૩ના નવેમ્બર માસમાં કેનેડા નોકરી માટેના નનસાડના યુવકે ૮ લાખ રોકડા તેમજ ૨ લાખ ચેક મારફતે મળી ૧૦ લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ યુવકને વાયા દુબઈ કેનેડા લઇ જવાની વાત કરી હતી.

કેનેડાના બદલે દુબઈ ખાતે લઈ જવાયો હતો.જ્યાં યુવક થોડા મહિનાના રોકાણ બાદ ભારત પરત ફર્યાે હતો.પરત ફરેલા યુવકે ત્રણેય પાસે રકમ પરત માંગતા ફકત ૨ લાખ આવ્યા હતા બીજી રકમ પાછી મળી ના હતી.

પોતાની આર્થિક પરિસ્થતિ સારી ના હોય સતત ટેન્શનમા રહેતા યુવકે પોતાના રહેઠાણ સ્થળે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.ઘટનાને પગલે તેને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.