કેનેડા અને આયર્લેન્ડના વિઝાના બહાને લાખોની ઠગાઈ: ૩ની ધરપકડ
વડોદરા, વડોદરાના માંજલપુર વિસ્તારમાં દિપ ચેમ્બર્સમાં આવેલી લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા કેનેડા અને આયર્લેન્ડના વર્ક પરમિટ વીઝા આપવાના બહાને વડોદરાના યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
વર્ક પરમિટ વિઝાનું આ કૌભાંડ બહાર આવતા ભોગ બનેલી ચાર લોકોએ પોલીસ મથકમાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ત્રણ સંચાલકોની સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર્યવાહી કરતા ત્રણેયની ધરપકડ કરી હતી.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખોડીયારનગર વૈકુંઠ-ર માં રહેતા અને શિક્ષક તરીકે નોકરીનો વ્યવસાય કરતા તુષારગીર હરીશગીર ગોસાઈએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર તેઓને કેનેડા જવુ હતુ એટલે ર૦ર૧માં માંજલપુરા વિસ્તારમાં દિપ ચેમ્બરમાં આવેલી લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનો સંપર્ક સાધ્યો હતો.
જેમાં (૧) કૃણાલ દિલિપરાવ નિકમ (રહે. પરમપાર્ક સોસાયટી, માંજલપુર, વડોદરા), (ર) આશિષભાઈ ગવલી (રહે. શકરવાડી, નવાયાર્ડ રોડ વડોદરા), (૩) વિકાસ તુલસીદાસ પટેલ (રહે. દંતેશ્વર, તરસાલી રોડ વડોદરા) ડાયરેકટરો છે તેઓએ ભેગા મળી ફરીયાદી સાથે અન્ય સાહેદોને વિદેશમાં કેનેડા આયર્લેન્૯ ખાતે વર્ક પરમીટ વીઝા અપાવવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી તેઓએ વર્ક પરમીટ વિઝાની પ્રોસેસીંગ ફી પેટે અલગ અલગ તારીખ અને સમયે એડવાન્સ રૂપિયા મેળી, એગ્રીમેન્ટ કરી આપી આપ્યો હતો.
છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરતા ત્રણે ઈસમો સામે માંજલપુરપોલીસ મથકમં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણે ઈસમો નજીકના સમયમાં વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
વિઝા કન્સલ્ટન્સીના સંચાલકોએ અનેક લોકોના પૈસા ન આપવાની સાથે સાથે ઓફિસની માલિકને પણ મહિનાઓથી ભાડુ ચુકવ્યું નથી જેથી તેના માલિક દ્વારા પણ મંજુરી વિના કોઈએ ઓફીસ ખોલવી નહી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની નોટીસ લગાડી દીધી છે.