ઓનલાઇન વોટનાં નામે રૂપિયા ૧.૬૨ લાખની ઠગાઇ
રાજકોટ, ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે હાર્દિક પ્રભાતભાઈ હેરભા (રહે. રેલનગર) સાથે ઓનલાઇન ફ્રોડ થયું હતું. જેમાંથી તેને સાયબર ક્રાઇમ પોલીસે રૂ. ૧.૨૨ લાખ કોર્ટમાં પ્રોસેસ કરી પરત અપાવ્યા હતાં. ઓનલાઇન રોકાણ કરી વધુ વળતર અપાવવાના નામે એક અરજદાર સાથે રૂ. ૧.૦૩ લાખનું ફ્રોડ થયું હતું.
જેમાંથી તેને રૂ. ૫૬ હજાર પરત અપાવાયા હતા. સોશિયલ મીડિયા મારફત ખરીદેલા ફોનના પૈસા પરત અપાવી દેવાના બહાને એક અરજદાર સાથે રૂ. ૨.૪૩ લાખની ઠગાઇ હતી. જેમાંથી રૂ. ૧.૮૨ લાખ પરત અપાવાયા હતા. ઇનામમાં કાર લાગી છે તેવા મેસેજ કરી કાર અગર તો રોકડ રકમ મેળવવાના નામે એક અરજદાર સાથે રૂ. ૯૯૫૦૦નું ફ્રોડ થયું હતું. જેમાંથી ૫૦ હજાર પરત અપાવાયા હતા.
આ જ રીતે ઓનલાઇન વોટ કરી બોનસ મેળવવાની સ્કીમમાં એક અરજદારને ફસાવી રૂ. ૧.૮૪ લાખનું ફ્રોડ કરાયું હતું. જેમાંથી રૂ. ૧.૬૨ લાખ પરત અપાવાયા હતા.SS1MS