દંતેશ્વરમાં આવેલી 25.80 કરોડની જમીન વેચાણમાં મુંબઈના બિલ્ડર સાથે 5.86 કરોડની છેતરપિંડી
મુંબઈના બિલ્ડર સાથે વડોદરામાં રૂપિયા ૫.૮૬ કરોડની છેતરપિંડી
મુંબઈ, વડોદરામાં તેર માળની કોમર્સિયલ કમ રેસીડેન્સીયલ બિલ્ડીંગનો પ્રોજેક્ટ શરૂ કરનાર મુંબઇના બિલ્ડરની સાથે રૂપિયા ૫.૮૬ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ કપૂરાઇ પોલીસ મથકમાં થઇ છે.
મુંબઈના ઇસ્ટ દહીસરમાં સંસ્કૃતિ બિલ્ડિંગમાં રહેતા પરેશભાઈ શિવલાલ ધ્રાફાણીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં વડોદરા ના આર.વી. દેસાઈ રોડ અશોક કોલોની માં રહેતા ગોવિંદભાઈ વાલજીભાઈ પટેલ (૨) કેશુભાઈ વાલજીભાઈ પટેલ (૩) રામજીભાઈ વાલજીભાઈ પટેલ (૪) જીતેન્દ્ર કરસનભાઈ પટેલ તથા (૫) મહેશ કરસનભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે.
તેમાં જણાવ્યા અનુસાર દંતેશ્વરમાં આવેલી ૪૧૪૮ ચોરસ મીટર બિન ખેતીની જમીન જેના પર સ્વસ્તિક પાર્ટી પ્લોટ છે તેના માલિકો આરોપીઓ છે. આરોપીઓ પાસેથી રૂપિયા ૨૫.૮૦ કરોડમાં આ મિલકત ખરીદવા માટે બાના પેટે ૩૧ લાખ ટોકનના ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ આપ્યા હતા.
જમીન માલિકોને કુલ ૫.૪૧ કરોડ ચૂકવી આપ્યા હતા. બિલ્ડીંગ ડેવલપ માટે જરૂરી મંજૂરી મેળવવા જમીન માલિકોએ શિપ્રમ ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર અને વહીવટ કરતા ઇન્દ્રવદન મનસુખલાલ અંબાણી ને પાવર ઓફ એટર્ની કરી આપ્યું હતું.
આ જમીન પર ૧૩ માળની કોમર્શિયલ કમ રેસીડેન્સીયલ બિલ્ડીંગનું બાંધકામ જમીન માલિકોના વિશ્વાસ અને ભરોસે શરૂ કર્યું હતું. બાંધકામ અને દસ્તાવેજી રેકર્ડ તૈયાર કરવા પાછળ ૫.૮૬ કરોડનો ખર્ચ અત્યાર સુધી થયો હતો.
કરારની શરતોનું પાલન નહીં કરી જમીનની પૂરેપૂરી રકમ એક સાથે માંગી કામ બંધ કરાવી દીધું હતું. તેમજ કરેલું બાંધકામ તોડી નાખ્યું હતું અને સાઈડ પર ઓફિસમાં મુકેલો સામાન પણ તોડી નાખ્યો હતો.SS1MS