ડિજિટલ એરેસ્ટના નામે વડાલાના વૃદ્ધા સાથે રૂ.૯૭ લાખનું ફ્રોડ

મુંબઈ, દક્ષિણ મુંબઇમાં રહેતા એક વૃદ્ધા સાથે ડિજિટલ એરેસ્ટના નામે ૨૦ કરોડના ફ્રોડની વાત તાજી જ છે ત્યાં વડાલામાં રહેતા એક ૬૯ વર્ષના વૃદ્ધા સાથે પણ આ જ રીતે ૯૭ લાખનું સાયબર ફ્રોડ થયું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
આ ઘટના બાદ વૃદ્ધાએ સેન્ટ્રલ સાયબર સેલમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી ળોડ આચરનારી ૨૬ વર્ષીય મહિલાની ધરપકડ કરી અન્યોને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર ૬૯ વર્ષના વૃદ્ધા વડાલામાં રહે છે અને હાલ સેવા નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
ગત પાંચમી જાન્યુઆરીના કથિત રીતે દિલ્હી મુખ્યાલયમાંથી સિનિયર ટેલિકોમ્યુનિકેશન અધિકારીની ઓળખ આપી વિજય શર્મા નામના એક ળોડસ્ટરે એવો દાવો કર્યાે હતો કે તેમના ફોન અને આધાર કાર્ડનો ઉપયોગ કરી તેમના નામે બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા છે અને આ ખાતાઓની મદદથી મની લોન્ડરિંગ સાથે જ માનવ તસ્કરીને અંજામ આપવામાં આવ્યો છે.
અધિકારીની આ પ્રકારની વાતોથી વૃદ્ધા ચોકી ગયા હતા.ફોન કરનાર અધિકારીએ વૃદ્ધાને કાનૂની નોટિસ મોકલવાની વાત કરી ખૂબ ડરાવી દીધા હતા ત્યારબાદ વિવિધ કારણો અને ડિજિટલ એરેસ્ટનો ભય બતાવી વૃદ્ધા પાસેથી અજાણ્યા ખાતાઓમાં ૯૭ લાખ રૃપિયા અલગ- અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા જમા કરાવ્યા હતા.
ત્યારબાદ વૃદ્ધાને શંકા ગઇ હતી અને પોતાની સાથે ફ્રોડ થઇ રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા તેમણે સેન્ટ્રલ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટર સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી.
સાયબર પોલીસે વૃદ્ધાએ જે ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા તેની વિગતો કઢાવી હતી. આ દરમિયાન પોલીસને અંધ)ેરીના એક એવા ખાતાની જાણ થઇ હતી જેમાં ૨૦ લાખ જમા થયા હતા જે પછીથી કાઢી લેવામાં આવ્યા હતા. પોલીસે આ ખાતાની વધુ વિગત મેળવતા આ ખાતુ અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં રહેતી એક મહિલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે મહિલાના ઘરે જઇ તેની પૂછપરછ કરતા આ ખાતાનું સંચાલન મલાડમાં રહેતી મહિલાની એક બહેનપણી નાજુક મદન લોચન (૨૬) કરતી હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે નાજુકની વધુ પૂછપરછ કરતા તે ને પણ આ ફ્રોડની રકમ મળી હોવાનું અને તેણે જ આ રકમ કઢાવી હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે લોચનની ધરપકડ કરી આ અન્યોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.SS1MS