પાર્ટ ટાઈમ જોબ અને ડબલ રૂપિયા આપવાના બહાને છેતરપિંડી
અમદાવાદ, દિવસેને દિવસે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તેથી હવે શહેરના પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે જૂની અરજીઓ પરથી ગુના નોંધવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી છે. એકતરફ સાયબર ક્રાઈમ સેલ પાસે તમામ ટેકનોલોજી અને સુવિધા છે પરંતુ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમના ગુનાના ભેદ ઉકેલવા માટે કોઈ વ્યવસ્થા ન હોવા છતાંય ગુના નોંધવાની ફરજ પડી છે.
આ દરમિયાન ટેલિગ્રામ મારફતે બે યુવકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડિયામાં રહેતો યુવક પાર્ટ ટાઈમ જોબના નામે ટાસ્ક પૂરા કરવાના કામમાં ફસાઈ જતાં ર.૬૩ લાખ ગુમાવ્યા હતા. અન્ય યુવક ડબલ પૈસા મળવાની લાલચે ૯૯ હજાર રૂપિયા ગુમાવી બેઠો હતો. આ મામલે ઘાટલોડિયા અને વેજલપુર પોલીસે ગુનો નોંધ્યા છે.
ઘાટલોડિયામાં રહેતા તેજસભાઈ સોની એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તા.૬ ઓકટોબરે ટેલિગ્રામ એપ્લિકેશન પર લકી શર્મા નામના વ્યક્તિએ તેમને પાર્ટ ટાઈમ જોબ માટેનો મેસેજ કર્યો હતો. તેજસભાઈએ પાર્ટ ટાઈમ જોબ માટે ઈચ્છા દર્શાવતા ગઠિયાએ એક લિંક મોકલી હતી જેમાં ૩૩ ટાસ્ક પૂરા કર્યા બાદ ૪૭૦ રૂપિયા કમિશન મળ્યું હતું.
તેજસભાઈને ભરોસો આવતા તેમણે વધુ ૬૬ ટાસ્ક પૂરા કર્યા હતા. બાદમાં ગઠિયાઓએ કેટલીક રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. તેજસભાઈએ ર૧,૮૭૯ રૂપિયા રોકાણ કરતા ગઠિયાઓએ ર૬,૦૭પ રૂપિયા આપ્યા હતા. બાદમાં ગઠિયાએ વધુ નાણાં ભરશો તો વધુ કમિશન મળશે તેવી લાલચ આપીને ર.૬૩ લાખની છેતરપિંડી આચરી હતી.
વેજલપુરના આશિષભાઈ શુકલાને ૧૭મી ઓકટોબરે ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો. ગઠિયાએ પૈસા નાંખો અને ડબલ રકમ મેળવો તેવી લાલચ આપી હતી જેથી આશિષભાઈએ ૯૯,૩૮પ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ગઠિયાએ વધુ ૪પ,૭૭૭ માંગત આશિષભાઈએ અગાઉની રકમના ડબલ નાણાં માંગ્યા હતા.