ખોટા ખર્ચાઓ દર્શાવતી સ્કૂલો સામે FRC કમીટીના આકરાં પગલાં: સંચાલકો ફફડયા
એફઆરસીના નિર્ણયથી ગભરાયેલી સ્કૂલો વાંધા અરજીઓ પરત ખેંચવા લાગી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઝોનની ફી નિધારણ કમીટીએ આ વખતે ખાનગી સ્કુલોની ફીના વધારા પર લગામ કસતા ઓર્ડર પસાર કરવાનું શરૂ કર્યું છે. કમીટી દ્વારા જાહેર કરાતા પ્રોવીઝનલ ઓર્ડર સામે શહેરની ઘણીબધી સ્કૂલોએ વાંધા અરજીઓ રજુ કરી હતી. પરંતુ વાંધા અરજીઓમાં કમીટી દ્વારા ખુબ ઝીણવટભર્યો અભ્યાસ કરી જો ખોટા ડોકયુમેન્ટ રજુ કર્યા હોય છે.
તો કડક હાથે કામ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમ કમીટીના નિર્ણયોથી ગભરાઈ અમદાવાદ શહેરની કેટલીક ખાનગી સ્કુલોએ વાંધા અરજીઓ પરત ખેચવાનું શરૂ કરી દીધું હોવાની વિગતો સંચાલકો મારફતે જાણવા મળી છે. ફી નિધારણ કાયદાના ભાગરૂપે રચાયેલી ફી રેગ્યુલેટરી કમીટી એફઆરસી દ્વારા ખાનગી સ્કુલોનું ફી માળખું નકકી કરવામાં આવે છે.
કાયદામાં નિયત ફીના સ્લેબ કરતાં વધુ ફી વસુલનારી ખાનગી સ્કુલોમાં જેતે ઝોનની ફી કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરવાની હોય છે. ખાનગી સ્કુલે રજુ કરેલ દરખાસ્તના આધારે એફઆરસી દ્વારા તમામ હિસાબોની ચકાસણી કરી પ્રથમ પ્રોવીઝનલ ઓર્ડર જાહેર કરવામાં આવે છે. કમીટી દ્વારા જે પ્રોવીઝનલ ઓર્ડર જાહેર કરવામાં આવે અને તેના કરતાં સ્કુલોએ વધુ ફી મંજુર કરાવવી હોય તો એઅના કારણો સામે વાંધા અરજી રજુ કરવી પડે છે.
સ્કુલની વાંધા અરજીના આધારે કમીટી દ્વારા જે પ્રોવીઝનલ ઓર્ડર જાહેર કરવામાં આવે એના કરતાં સ્કુલોએ વધુ ફી મંજુર કરાવવી હોય તો એના કારણો સાથે વાંધા અરજી રજુ કરવી પડે છે. સ્કૂલની વાંધા અરજીના આધારે કમીટી દ્વારા સ્કુલને રૂબરૂ હીયરીગમાં હાજર રાખવામાં આવે છે. આ દરમયાન રૂબરૂ સાંભાળ્યા બાદ કમીટી દ્વારા ફાઈનલ ફીનો ઓર્ડર જાહેર કરવામાં આવે છે.