સાત ખાનગી સ્કૂલને એફઆરસીએ ૫૦૦૦થી માંડીને ૨૫૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો

અમદાવાદ, અમદાવાદ ઝોનમાં આવેલી ખાનગી સ્કૂલો પૈકી કેટલીક સ્કૂલો મંજૂરી વગર તોતિંગ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદ બાદ હાલમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ૭ સ્કૂલને રૂપિયા ૫ હજારથી લઇને ૨૫ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે રચવામાં આવેલી ફી કમિટી દ્વારા નિર્ધારિત કરાયેલી ફીના સ્લેબ કરતા ઓછી ફી વસૂલ કરનારી સ્કૂલોએ કમિટી સમક્ષ એફિડેવિટ કરવાની હોય છે. આજ રીતે વધુ ફી વસૂલ કરનારી સ્કૂલોએ દરખાસ્ત કરવાની હોય છે.
ફી કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, કેટલીક સ્કૂલોએ ચાલુ વર્ષ માટે એફિડેવિટ કર્યા છે તેમાં આગળના વર્ષમાં જે વિગતો રજૂ કરવામાં આવી હતી તેજ કરવામાં આવી હતી. રૂબરૂ સુનાવણી દરમિયાન એવી વિગતો પણ જાહેર થઇ હતી કે, આગળના બે-ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષથી ફી ઉઘરાવી છે.
આ પ્રકારની ગેરકાયદે વધુ ફી ઉઘરાવનારી સ્કૂલો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેટલીક સ્કૂલો એવી હતી કે, નિર્ધારિત સમયમાં એફિડેવિટ પણ રજૂ કરી નથી.
આ પ્રકારની ગેરરીતિ બદલ ૭ સ્કૂલોને દંડ ફટકારાયો છે. જેમાં સૌથી વધુ રામોલની સત્ય એકેડેમિક ઇગ્લિંશ સ્કૂલ અને શ્રી શિવ શિશુ વિહાર સ્કૂલને ૨૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોપલની તેજસ વિદ્યાલય અને લિટલ બર્ડ સ્કૂલને ૧૦ હજાર રૂપિયાનો અને નરોડાની સાગર પ્રાથમિક શાળાને ૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
આજ રીતે દરિયાપુરની જે.પી. પ્રાઈમરી સ્કૂલને ૮ હજાર અને વટવાની વિકાસ પ્રાથમિક શાળાને ૫ હજાર રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. આજ રીતે ગાંધીનગરની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને કચ્છની સૂર્યા વારસાની એકેડેમિક, ભૂજને ૧૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ખાનગીકરણ બંધ કરીને સ્પોર્ટસ સેલની રચના કરીને યુનિવર્સિટીએ આ સંકુલ ચલાવવું જોઇએ તેવી માગણી એબીવીપી દ્વારા કરવામાં આવી છે.
તાજેતરમાં કુલપતિને આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે,કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું સ્પોર્ટસ સંકુલ પ્રાઇવેટ એજન્સીને સોંપી દેવામાં આવતાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકતા નથી.
તાકીદે ખાનગી કંપનીને દૂર કરીને સ્પોર્ટસ સંકુલનો યોગ્ય ઉપયોગ થાય અને જરૂરિયાત ધરાવતાં વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી હતી.SS1MS