Western Times News

Gujarati News

636 ખાનગી કોલેજોના ફી વધારા પર FRCએ બ્રેક લગાવી

રાજ્યમાં કોલેજોની વધી રહેલી ફીને લઈને FRCએ મોટો નિર્ણય કર્યો છે. જેમાં એન્જીનીયરીંગ, ફાર્મસી, MBA સહિતની 636 ખાનગી કોલેજોના ફી વધારા તેમને બ્રેક લગાવી દિધી છે. મહત્વનું છે કે 171 કોલેજોએ ફી વધારાની માંગ કરી હતી. ફી નિયમન સમિતિ (ટેકનિલક)એ માંગને ફગાવી દિધી હતી.

એસોસીએશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસના સભ્ય હોય તેવી 304 અને અન્ય 73 (કુલ 377) સંસ્થાઓએ ફ્રી બ્લોક વર્ષ 2020-21 થી 2022-23 માટે યથાવત ફી જાળવી રાખવા અનુમોદન આપ્યું હતું.

સમિતિ નું માનવું છે કે તત્કાલીન કોવીડ -19 નાં રોગચાળાની રિર્થાત કે જેના કારણે અર્થતંત્રને ખરાબ રીતે અસર કરી છે તે સંજોગોમાં આ સંસ્થાઓના મેનેજમેન્ટે માત્ર તેમની સામાજિક જવાબદારીઓ પ્રશંસનીય રીતે નિભાવી નથી પરંતુ એક એવો નિર્ણય લીધો છે જે વિધાર્થીઓના માતાપિતાને નોંધપાત્ર નાણાકીય રાહત આપશે.

પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી 636 ખાનગી કોલેજો ફી નહીં વધારી શકે તેવો FRCએ નિર્ણય કર્યો છે. રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ) દ્વારા ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનીગ ચલાવે છે તેવી કોલેજો શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ફી વધારો ન સુચવી અને ફીનું માળખુ યથાવત રાખવા અંગે સૂચના અપાઈ છે. 171 કોલેજોએ ફી વધારાની માંગણી કરી હતી પણ સમિતિએ માંગ ફગાવી છે. કોઈ વધુ ફી લેતું હોય તો વિદ્યાર્થીઓએ FRCમાં ફરિયાદ કરવા પણ જણાવાયું છે.

લાંબા સમયથી પ્રવર્તમાન કોવિડ -19 ની પરિસ્થિતિ અને તેને આનુસંગિક આર્થિક સંકડામણના કારણે ઘણા વાલીઓ માટે ફી વધારો સહ્ય ન થઈ શકે તેવા માનવતાવાદી દ્રષ્ટિકોણને ધ્યાને લઈ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલ ગુજરાત રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનીગ, હોટેલ મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ ટેકનીકલ અભ્યાસક્રમો ચલાવતી કુલ 636 સંસ્થાઓ-કોલેજો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.