Western Times News

Gujarati News

ડાંગ જિલ્લાના માનમોડી ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો

પ્રતિકાત્મક

૧૫૦ થી વધુ દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લાના બોર્ડર વિસ્તારમા આવેલ વઘઇ તાલુકાના માનમોડી ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામા આવ્યો હતો.

નિહાર ચેરિટેબલ સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રી ડો.મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમા સ્થાનિક વિસ્તારના ૧૫૦થી વધુ દર્દીઓની સારવાર કરી, તેઓને નિઃશુલ્ક દવાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

માનમોડી ખાતે યોજાયેલ આયુર્વેદિક કેમ્પમા નિહાર ચેરિટેબલના ડો. પિયુષભાઇ મકવાણા દ્વારા કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામા આવી હતી. સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપવામા આવી હતી.આરોગ્ય કેમ્પમા શરદી, ખાંસી, કફ, સાંધાનો દુઃખાવો, દાંતના દર્દીઓ, તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામા આવી હતી.

ઉલ્લેખનિય છે કે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામા આવ્યા હતા. અત્યાર સુધી ૧૩૦૦ થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આયુર્વેદિક કેમ્પમા શ્રી અક્ષયભાઈ રાદડીયા, શ્રી રાકેશ સુરવાડે, શ્રી હસમુખભાઇ ઠાકોર દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામા આવી હતી.

આ પ્રંસગે સ્થાનિક આગેવાન તેમજ માજી સરપંચ શ્રી નગીનભાઇ ગાવિત, શ્રી રાજેશભાઇ ગાવિત, શ્રી વિઠ્ઠલભાઇ પવાર, શ્રી બાળુભાઇ ચૌધરી, શ્રી પાંડુભાઇ ચૌધરી, શ્રી લક્ષમણ ચૌધોરી, શ્રી સુરેશભાઇ ગાવિત, શ્રી બંળવતભાઇ પવાર, શ્રી ગણેશભાઇ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.