બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે GCS હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પ
જીસીએસ હોસ્પિટલમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે તા.18 થી 23 જુલાઈના રોજ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં પિડીયાટ્રીક્સ વિભાગના નિષ્ણાત ડોક્ટરો અને સુપરસ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ્સ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે.
બેઝિક રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ અન્ય જરૂરી તપાસ પણ રાહત દરે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં બાળકોના કુપોષણ, વૃદ્ધિ-વિકાસને લગતી તકલીફો, નવજાત શિશુઓને થતી તકલીફો, થેલેસેમિયા, થાયરોઇડ, ડાયાબિટીસ અને હોર્મોનલ બીમારીઓ, ન્યુમોનિયા, અસ્થમા, શ્વાસની તકલીફ,
કિડની-પેશાબની તકલીફો, જન્મજાત ખોડખાંપણ, બાળકોમાં દાંતને લગતી તકલીફો, પાચનતંત્ર-પેટ-આંતરડાની બીમારીઓ, બાળકોમાં લોહીને લગતા રોગો, કેન્સર વગેરે અંગે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. આ કેમ્પમાં પિડીયાટ્રીક્સમાં ડો. બલદેવ પ્રજાપતિ અને ટીમ, બાળકોની કિડનીની બીમારીઓ માટે ડો. દિશા ભટ્ટ (પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ),
બાળકોના લોહી અને કેન્સરના રોગો માટે ડો. અનુપા જોશીપુરા (પીડિ. કેન્સર નિષ્ણાત), બાળકોના પેટ અને આંતરડાના રોગો માટે ડો. આશય શાહ (પીડિ. ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ), બાળકોના દાંતની તકલીફો માટે ડો. જીત નાયક (પીડિયાટ્રિક ડેન્ટીસ્ટ), બાળરોગ સર્જરી માટે ડો. પી. કે. દવે (પીડિયાટ્રિક સર્જન) સેવા આપશે. વધુ માહિતી માટે 9228102019 પર કરી શકાશે.
જીસીએસ હોસ્પિટલ એ 1000-બેડની NABH પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.