વાપીની કંપની દ્વારા યોજાયેલા દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું પુર્વ મંત્રી દ્વારા સમાપન
(પ્રતિનિધિ)વાપી, વાપી અને સરીગામ ખાતે આવેલ હિરંબા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સીએસઆર ફંડ હેઠળ ત્રિદિવસીય ફ્રી મેડિકલ સાધન સહાય કેમ્પમાં વલસાડ, નવસારી અને સંધપ્રદેશના ૫૦૦ થી વધુ દિવ્યાગોને ઉપયોગી એવા કૃત્રિમ હાથ, પગ અને વ્હીલચેર તથા બગલઘોડી ભેટ અપાઈ હતી.
જેમાં રાજયના ભૂતપૂર્વ વન અને આદિવાસી વિભાગના મંત્રી રમણભાઈ પાટકર, હિરબા ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેકટર એસ.કે. સેટ્ટીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહી લાભ લીધો હતો. દેશની જાણીતી એવી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થના સહયોગ સાથે મળી હિરબા ઈન્ડસ્ટ્રીઝ કંપનીના
સીએસઆર ફંડમાંથી ૫૦૦ થી વધુ દિવ્યાંગો જેઓ કુદરતી રીતે કે અકસ્માતમાં હાથ, પગ ગુમાવનારને ઉપયોગી એવા સાધનો ફ્રીમાં આપવાનો એક કાર્યક્રમ વાપી જીઆઈડીસીના વીઆઇએ ખાતે આવેલ ઓડિટોરિયલ હોલમાં યોજાયો હતો.
જેમાં વલસાડ, નવસારી, દમણ, દાનહ અને મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરે આવેલા ગામડાઓમાં રહેતા અને કુદરતી રીતે દિવ્યાંગ કે અકસ્માતે દિવ્યાંગ બનેલાઓને મદદરૂપ થવા માટેના સાધનોનું અગાઉથી થયેલ રજીસ્ટ્રેશન મુજબ તા. ૨૯, ૩૦ અને ૩૧ મીના રોજ ત્રિદિવસીય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં આજે હિરંબા ઈન્ડસ્ટ્રીઝ કંપનીના મેનેજીંગ ડિરેકટર એસ.કે, સેટ્ટી અને ગુજરાત રાજયના ભૂતપૂર્વ મંત્રી તથા ઉમરગામના ધારાસભ્ય રમણભાઇ પાટકર, ભાજપના અગ્રણી મહેશભાઇ ભટ્ટ તથા કંપનીના મેનેજર પંડયા, રૂપેશભાઇ ગોહીલ, નવીનભાઈ ઝા અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મંત્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે હિરંબા ઈન્ડસ્ટ્રીઝ અને રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટને ખરેખર અભિનંદન છે કે તેઓ અનેક મુસીબતોમાં આવેલા દિવ્યાંગોને તેમના હાથ, પગ અને અન્ય દિવ્યાંગતામાં ઉપયોગી એવા સાધનો ફીમાં આવી તેઓને ફરીથી ચાલતા કર્યા છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે.
જયારે કંપનીના ચેરમેન એસ.કે. સેટ્ટીના જણાવ્યા મુજબ આ કંપની ૧૯૯૪-૯૫ માં વાપીથી એક નાના એવા શેડમાં શરુ કરી હતી અને આજે એ સમગ્ર દેશમાં અને વિદેશમાં જાણીતી થઈ છે અને દેશના ઈકોનોમીમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જેને કારણે જ કે દેશની આવી કંપનીઓના નિકાસથી આવતી હુન્ડીયામણોને કારણે જ વિશ્વમાં ચાલતી મંદીમાં પણ ભારત દેશ સધ્ધર રહ્યો છે. જાે કે અન્ય દેશ જેવા કે શ્રીલંકા, પાકિસ્તાન અને અન્ય દેશોની હાલત કેવી છે તે આપણે જાેઈ રહ્યાં છીએ.
હેરબા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવી ખૂબ જ મુશ્કેલ છે અને તેને સક્સેસફૂલી ચલાવવી તેનાથી પણ કપરૂ કામ છે અમારી કંપની નાના પાયા પર ચાલુ કરી આજે આપણા દેશમાં ચાઇનાથી ચીજ વસ્તુ આયાત કરે છે
જ્યારે અમે ચાઇનાને કેમિકલ નિકાસ કરીએ છીએ ઉદ્યોગો ભારતીય ઇકોનોમીનું ગ્રોથ એન્જિન છે અમારી કંપની પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવાનું સારી રીતે જાણે છે જેથી કરીને અમે આવા સેવા યજ્ઞ કરીએ છીએ આ કેમ્પ ને સફળ બનાવવા માટે ચેરમેન એસ કે શેટ્ટી અને આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના ફૈંછ ઓડિટોરિયમ ખાતે સી.એસ.આર. ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું