વિધાર્થીએ ફ્રી ફાયર ગેમનો પાસવર્ડ નહીં આપતા ત્રણ કિશોરે હત્યા કરી

ત્રણ પૈકી એકે પકડી રાખ્યો અને કિશોર વયના બે બાળકોએ ગળા સહિતના ભાગે છરીના ઘા માર્યા
(એજન્સી)ગાંધીધામ, રાપર તાલુકાના બેલા ગામમાં બિલેશ્વર મહાદેવ મંદીરની બાજુમાં આવેલા બગીચામાં કિશોરની હત્યા નીપજવાયેલી લાશ મળી આવી હતી. ઘટનામાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવતા ત્રણ કિશોરનો કબજો મેળવી પુછપરછ કરી હતી
જેમાં મૃતક કિશોરે ફ્રી ફાયર ગેમનો પાસવર્ડ ન આપતાં એક બાળકે મૃતકને પકડી રાખ્યો હોવાનું અને બે બાળકોએ ગળા સહીતમાં છરીના ઘા માર્યા હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો.
બાલાસર પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ તા.૧૧-૩ના બપોરના સમયે હત્યાના બનાવો બન્યો હતો. બેલા ગામમાં રહેતા ૧પવર્ષીય પ્રવીણ નામોરી રાઠોડ નામના કિશોરની ગામનાં બગીચામાંથી લોહીલુહાણ હાલતમાં હત્યા નીપજાવેલી લાશ મળી આઅવી હતી. ઘટનાને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી.
અને મૃતકના ભાઈની ફરીયાદ પરથી બીએનએસની કલમ ૧૦૩ (૧),૩(પ) ૬૧ (૧) તથા જી.પી.એકટ કલમ-૧૩પ સહીતની કલામો હેઠળ ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન ચોકાવનારા ખુલાસા સાથે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરવયના બાળકોનો કબજો મેળવ્યો હતો. ભચાઉ ડીવાયએસપીએ જણાવ્યું હતુંકે, મૃતક અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોર મીત્રો હતા.
તેઓ અવારનવાર સાથે બેસી મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા.જોકે પ્રવીણે બનાવ પૂર્વે ગેમની આઈ.ડી.આપવાની ના પાડતાં ત્રણેય કિશોરે કાવતરું ઘડી પ્રવીણને બગીચામાં બોલાવ્યો હતો. પ્રવીણ જયારે બગીચામાં પહોચ્યો ત્યારે એક બાળકને તેને પકડી રાખ્યો હતો અને અન્ય બે કિશોર છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
જેથી પોલીસે કાયદાની સંઘર્ષમાં આવેલા ત્રણેય કિશોરનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભચાઉ નાયબ પોલીસ અધીક્ષકે જણાવ્યુંહતું કે, કિશોરની હત્યામાં પોલીસે કાયદામાં સંઘર્ષમાં આવેલા ત્રણેય કિશોરનો તેમના વાલી પાસેથી કબજો મેળવી લેવાયો છે. જેઓ પાસેથી છરી કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધો.૬માં અભ્યાસ કરતો પ્રવીણ બપોર સુધી ખેતરે હતો
રાપર તાલુકાના બેલા ગામમાં બાળકની કરપીણ હત્યામાં સુત્રોએ જણાવ્યું હતુંકે, પ્રવીણ ધોરણ ૬ માં અભ્યાસ કરતો હતો. બનાવના દિવસે સવારે પરીવાર ખાતે ખેતરે જીરું વાઢવા ગયો હતો. બપોરે પરત આવ્યા બાદ જમીને બગીચામાં ગયો હતો. જયાં ફી ફાયર ગેમના પાસવર્ડ મુદે મનદુખ રાખીને તકની રાહ જોઈ રહેલા ત્રણેય મિત્રોએ છરીથી તેને રહેસી નાખ્યો હતો.