Western Times News

Gujarati News

ચાણક્યપુરી ખાતેથી નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનો પ્રારંભ ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરાવ્યો

તથા મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા મેયર સુશ્રી પ્રતિભાબેન જૈનની ઉપસ્થિતિ

આરોગ્ય કેમ્પમાં શહેરીજનો માટે વિવિધ આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ

ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ‘ગાંધીનગર લોકસભા – સ્વસ્થ લોકસભા’ અભિયાન અંતર્ગત અમદાવાદના ચાણક્યપુરી ખાતેથી નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.

શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા દવાઓના વિતરણ કેમ્પના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે IOCLના સહયોગથી શરૂ કરવામાં આવનાર મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ પણ કરાવ્યું હતું.

નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ અંતર્ગત નિષ્ણાત તબીબી ટીમો દ્વારા મેડિકલ ચેકઅપ, ઈકોકાર્ડીયોગ્રાફી(યુ.એન.મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા), બ્લડ ડોનેશન કેમ્પ, જનરલ ઓપીડી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ, ટી.બી.ની તપાસ, આંખોની તપાસ, પોર્ટબલ એકસ-રે મશીનથી તપાસ, લેબોરેટરી તપાસ, સ્ત્રીરોગ નિદાન અને સારવાર, બાળરોગોની તપાસ, રસીકરણ, ચામડીના રોગોની તપાસ સહિતની આરોગ્ય સુવિધાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, AMC ના હોદ્દેદારો, મ્યુનિ. કમિશ્નર શ્રી એમ. થેન્નારસન સહિત સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.