Western Times News

Gujarati News

ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના અમદાવાદી દરવાજા બહાર આવેલ કાછીયા પટેલ ની વાડીમા ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોના રોગ, મગજના રોગ, ચામડીના રોગ, ડાયાબિટીસ, થાયરોઇડ, સ્ત્રીરોગ, આંખોના રોગ, જનરલ સર્જન, દાંતના રોગ, ડાયાબિટીસ વગેરે બીમારીઓના નિદાન માટે ડોક્ટરની ટીમ દ્વારા નડિયાદ તથા આજુબાજુના ગામડામાંથી આવેલા જનતા એ રજીસ્ટ્રેશન કરાવી ૬૦૦ થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે.

આ કેમ્પના સંચાલનમાં ટ્રસ્ટના પ્રમુખ ઇફ્તખાર કાદરી ,ઉપ પ્રમુખ ઉસ્માનભાઈ મેમણ સેક્રેટરી તોફિકબેગ મિર્ઝા એડવોકેટ સભ્ય મુજીબ શેખ, મુસ્તાકભાઈ ભારગોલી વાળા, કાઉન્સિલર માજીદખાન પઠાણ તથા અન્ય સભ્યો અને વોલન્ટિયર એ ભેગા મળી કેમ્પનું આયોજન કરી આ મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.