Western Times News

Gujarati News

રક્ષાબંધનના દિવસે મહિલાઓને AMTSમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ

પ્રતિકાત્મક

અમદાવાદ, ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને લઈને આવનારો રક્ષાબંધનનો તહેવાર આ વખતે તા.૩૦ ઓગસ્ટે ઊજવાશે. બેન્કો દ્વારા પણ તે દિવસે જાહેર રજા રખાઈ છે. રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા મહિલા પેસેન્જર્સ માટે ખાસ ખુશખબરી અપાશે. free travel in AMTS  for women on RakshaBandhan

આ પવિત્ર તહેવારને ઉજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ એએમટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એએમટીએસના ભાજપના શાસકો સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો આપવાના છે.

એએમટીએસ બસ સેવા શહેરના ખૂણેખાંચરે પેસેન્જર્સને ઉપલબ્ધ છે. હવે તો શહેરની આજુબાજુના ગામો જેવા કે, દેવડી, વિવેકાનંદનગર, વિનોબાભાવેનગર, રજાેડા, પાટિયા, બારેજા આંખની હોસ્પિટલ, આરોહી હોમ્સ, રાંચરડા, શીલજ, બોપલ, લીલાપુર, જાસપુર, કુંજાડ, વાંચ, ગતરાડ, ચોસર, મોટી ભોયણી ચોકડી, ડભોડા, લપકામણ, પાલડી-કાંકજ, શેરથા, નાંદેજ-બારેજડી, ખાત્રજ ચોકડી, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, વિશાલા ટાઉનશીપ, ત્રિમંદિર, કાસિન્દ્રાના પેસેન્જર્સને પણ એએમટીએસનો લાભ મળી રહ્યો હોઈ રોજના ૪.ર૭ લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે.

એએમટીએસના રોજના ૪.ર૭ લાખથી વધુ પેસેન્જર્સ પૈકી બે લાખ જેટલા મહિલા પેસેન્જર્સ હોઈ આ મહિલાઓને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લાભ મળી શકે તે માટે તા.ર૯ ઓગસ્ટે મળનારી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં આને લગતી દરખાસ્ત મુકાઈ હોવાનું એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ જણાવે છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે કે આવતી કાલે નવા રંગરૂપ અપાયેલા ચાંદખેડા-ઝૂંડાલના ટર્મિનસનું મેયર કિરીટ પરમારના હસ્તે લોકાર્પણ કરાશે. સવારના ૧૧ઃ૦૦ વાગ્યે ચાંદખેડાના સારથિ બંગલોઝ ટર્મિનસના લોકાર્પણની સાથે મહિલા બસનો પ્રારંભ પણ કરાશે.

એએમટીએસના અત્યારે જમાલપુર પાલડી, મેમનગર, નારણપુરા, શ્રીનાથ, અચેર, વસ્ત્રાલ, મેમ્કો અને ભૈરવનાથ એમ નવ ડેપો અને લાલ દરવાજા, પાલડી, વાસણા, જૂના વાડજ, અખબારનગર, સારંગપુર, મણિનગર, હાટકેશ્વર, નોરડા ભક્તિ સર્કલ અને સારથિ બંગ્લોઝ એમ કુલ ૧ર ટર્મિનસ છે.

એએમટીએસના ૧ર ટર્મિનસ પૈકી ચાંદખેડાના સારથિ બંગલોઝને લાલ દરવાજા ટર્મિનસ બાદ નવા રંગરૂપ અપાયા છે. આશરે ૧૯૦૪ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ ટર્મિનસને રૂા.૧,૬પ,પ૯,૦૧૯ના ખર્ચે તૈયાર કરાયું છે.

સારથિ બંગલોઝ ટર્મિનસમં નવો આરસીસી રોડ, પેસેન્દજર્સને બેસવા માટે નવો શેડ, ફૂટપાથ પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ-ગ્રીલ, કંટ્રોલ કેબિન, સિક્યોરિટી કેબિન, પાણીનો બોર, ઠંડા પાણીની પરબ, સીસીટીવી કેમેરા તથા લાઈટ પોલની સુવિધા ઊભી કારઈ છે.

આ ટર્મિનસ ખાતેથી પાંચ બસ રૂટ પસાર થતાં હોઈ કુલ ૪૭ બસની અવરજવર થતી હોઈ પેસેન્જર્સ માટે પે એન્ડ યુઝ ટોઈલેટની વ્યવસ્થા પણ ઊભી કરાઈ હોવાનું એએમટીએસના ચેરમેન પટેલ વધુમાં જણાવે છે.

આવતી કાલે સવારે બે મહિલા બસને પણ મેયર કિરિટ પરમાર લીલી ઝંડી દાખવશે. વર્તમાન ચેરમેનના કાર્યકાળમાં પહેલી વખત મહિલા બસનો નવતર પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે. જાે આ પ્રયોગને સફઈતા મળશે તો શાસકો મહિલા બસની વધુ ટ્રિપ શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.