Western Times News

Gujarati News

ગ્રામ્ય વિસ્તારમાં વાઈફાઈની મફત સુવિધા ૩૦ મીનીટને બદલે એક કલાક આપવા નિર્ણય

રાજયની ૮૦૦૦ ગ્રામ પંચાયતોમાં વાઈફાઈની સુવિધાઃ અન્ય ગ્રામ પંચાયતોને વાઈફાઈ સેવા માટે અલગ પેકેજ વિચારણા હેઠળ

(એજન્સી)ગાંધીનગર, રાજયની ગ્રામ પંચાયતોની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે રાજય સરકારના વિજ્ઞાન અને પ્રોધોગી કી વિભાગે રાજયની ગ્રામ પંચાયતો ખાતે વાઈફાઈ ઈન્ટરનેટ સુવિધા કરાવવા માટેની સમય મર્યાદામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ વિભાગના સુત્રોના જણાવ્યાઅનુસાર ગ્રામ્ય કક્ષાએવિલેજ વાઈફાઈ પ્રોજેકટ અંતર્ગત મફત વજાઈફાઈ સેવા માટેની સમયમર્યાદા ૩૦ મીનીટથી વધારીને એક કલાક માટે આપવાનો નિર્ણય કર્યો છે.

આ સુત્રોએ જણાવ્યું છે કે નિર્ણય હાલ પ્રાયોગીક ધોરણે માત્ર છ માસ માટે અમલી રહેશે. પ્રથમ એક કલાક માટે મફત (ફી)ઈન્ટરનેટની સુવિધા પુરી પાડવામાં આવશે. ત્યારબાદ નાગરીકોએ ઈન્ટરનેટના વપરાશ મુજબ નિયત નાણાં ચુકવવાના રહેશે. રાજયના ડીજીટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે આંતર-માળખાકીય સેવાઓ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા આઈ.ટી. ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારતનેટ ફેઝ-૧અને ફેઝ-ર મારફત ઈન્ટરનેટની સુવિધા હાલ તમામ ગ્રામપંચાયતો ખાતે સફળતાપુર્વક આપવામાં આવી રહી છે.

રાજયની ૮૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં હાલ વાઈફાઈની સુવિધાઓ ઉપલબ્ધ છે. બાકી રહેલી પંચાયતોમાં વાઈ-ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે ખાસ પેકેજ સરકારની વિચારણા હેઠળ હોવાનું આ વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે અને દાવો કર્યો છે. કે આગામી એક માસની અંદર આ પેકેજ આખરી કરી તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.