‘પ્લેબોય’ મેગેઝીનના કવર પેજ પર ફ્રાંસના મંત્રીએ આપ્યો પોઝ
(એજન્સી)નવીદિલ્હી, ફ્રાન્સના મંત્રી માર્લિન શિયાપ્પાએ પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર એક પોઝ આપ્યો છે. આ તસવીરથી આખી દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. તસવીર પર હોબાળો મચ્યો તો ફ્રાન્સના વડાપ્રધાને આગળ આવીને માર્લિનની નિંદા કરવું પડ્યું છે.
ફ્રાંસ કેબિનેટમાં સોશિયલ ઈકોનોમિક એન્ડ ફ્રેંચ એસોસિએશન બાબતોના મંત્રી માર્લિન શિયાપ્પાએ મેગેઝિનને ૧૨ પેજનું ઇન્ટરવ્યૂ પણ આપ્યું, જેમાં તેમણે અબોર્શન, મહિલા અધિકાર અને ન્ય્મ્ અધિકારો જેવા વિષયો પર નીડર વિચાર રાખ્યા છે.
માર્લિન શિયાપ્પા એવા પહેલા મહિલા નેતા છે જે પ્લેબોયના કવર પેજ પર નજરે પડ્યા છે. માર્લિનની આ તસવીર પ્લેબોય મેગેઝીનના ફ્રાંસ એડિશનમાં પ્રકાશિત થશે. પોતાની બોલ્ડ તસવીરો માટે આખી દુનિયામાં જાણીતી ‘પ્લેબોય’ મેગેઝીનના ફ્રન્ટ પેજ પર પોતાની તસવીરો છાપવાના ર્નિણયનો માર્લીને બચાવ કર્યો છે.
Het is waar! Staatsecretaris @MarleneSchiappa staat op de Playboy, binnenin een itv van 12 pagina’s. De krantenverkoper van “mijn” kiosk was verbaasd dat de @playboyfrance ineens uit de schappen vloog… Mijn stuk over de actie: https://t.co/MwoldVWfI6 pic.twitter.com/Echw7d3XCq
— Floor Bouma (@floorbouma) April 6, 2023
તેણે ટ્વીટર પર કહ્યું કે, મહિલાઓ પોતાના શરીર સાથે જે કરવા માગે છે, કરી શકે છે અને આપણે દરેક જગ્યાએ, દરેક સમયે તેમના અધિકારીઓની રક્ષા કરવાની છે.
માર્લીને કહ્યું કે, ફ્રાન્સમાં મહિલાઓ પૂરી રીતે આઝાદ છે. તેનાથી વામપંથી અને પાખંડી લોકો ભલે નારાજ હોય. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સિસી રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોને વર્ષ ૨૦૧૭માં માર્લિનને ચાંસ આપ્યો હતો. જાે કે, પોતાના અજીબ ર્નિણયોના કારણે તેમણે દક્ષિણપંથીઓનો વારંવાર નારાજ કર્યા છે.
અહી સુધી કે ફ્રાન્સના વડપ્રધાન અને વાંમપંથી ટીકાકારોનું માનવું છે કે કેન્દ્ર સરકારના આ મંત્રીએ પોતાના નવા સ્ટંટથી મોટી ભૂલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકારના એક સહયોગીએ શનિવારે જણાવ્યું કે, ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન, જે આ પદ પર પહોંચનારા બીજા મહિલા છે. તેમણે માર્લિનને એ સ્પષ્ટ કરવા બોલાવ્યા કે તેમનું એમ કરવાનું જરાય ઉચિત નહોતું. તે પણ આ સમયે.
ગત દિવસોમાં ફ્રાંસ સરકારે રિટાયરમેન્ટની ઉંમર વધારવાનો ર્નિણય લીધો છે. આ બાબતને લઈને સરકાર વિરુદ્ધ ફ્રાન્સમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે. વડાપ્રધાન એલિઝાબેથનું માનવું છે કે, આ ફોટોશૂટથી જનતા સામે તેમની સરકાર વિરુદ્ધ નેગેટિવ મેસેજ જશે. વડાપ્રધાન એલિઝાબેથે કહ્યું કે, આ સમયે સરકાર વિરુદ્ધ જનતા આક્રમક મોડમાં છે.