ફ્રાંસિસી બર્નાર્ડ આરનોલ્ટ વિશ્વના સૌથી ધનિક બન્યા
વોશિંગ્ટન, એલોન મસ્ક હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા. ફ્રાંસિસી અરબપતિ અને લુઈ વીટોનના સીઈઓ બર્નાર્ડ આરનોલ્ટ એમને પાછળ મૂકીને પહેલા નંબરે પહોંચી ગયા છે. ટેસ્લાના શેરોમાં હાલમાં જે રીતે કડાકો થઇ રહ્યો છે તે મુખ્ય કારણ છે ઍલોનના નંબર ૨ પર જવાનું. બ્લૂમબર્ગ બિલીઓનેર ઈન્ડેક્સ અને ફોર્બ્સ ઈન્ડેક્સ આ બંનેના લિસ્ટિંગમાં એલોન મસ્ક બીજા નંબરે પહોંચી ગયા છે.
બ્લૂમબર્ગના અનુસાર આરનોલ્ટની નેટવર્થ લગભગ ૧૪.૧૨ લાખ કરોડ રૂપિયા છે જયારે એલોન મસ્કની નેટવર્થ લગભગ ૧૩.૫ લાખ કરોડ થઈ ગઈ છે. જયારે ભારતના ગૌતમ અદાણી લગભગ ૧૦.૩૨ લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ત્રીજા નંબર પર છે. ચોથા નંબરે એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને બિલ ગેટ્સનું નામ આવે છે.
આ બંનેની નેટવર્થ લગભગ ૯.૫ લાખ કરોડ રૂપિયા છે. જયારે મુકેશ અંબાણી લગભગ ૭.૪૧ લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ૯ માં સ્થાને છે. મસ્કની કંપની ટેસ્લાના સ્ટોક સોમવારે ૪.૦૯% જેટલો તૂટીને ૧૬૦.૯૫ ડોલર પર બંધ થયું. સ્ટોકના ભાવ તૂટવાના કારણે મસ્કની નેટવર્થમાં કડાકો જાેવા મળ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન પણ ટેસ્લાના શેરના ભાવમાં લગભગ ૪૯.૬૨% જેટલો ઘટાડો નોંધાયો હતો.
વાત કરીએ વિશ્વના સૌથી ધનિક વ્યકતિ બર્નાર્ડ આરનોલ્ટની તો તેમને મોર્ડર્ન લકઝરી ફેશન ઇન્ડસ્ટ્રીના ગોડફાધર ગણવામાં આવે છે.
દુનિયાની સૌથી મોંઘી અને મોટી ફેશન ગ્રુપ લુઈ વીટોન મૉએટ હેનેસીના તેઓ ફાઉન્ડર, ચેરમેન અને સૌથી મોટા શેર હોલ્ડર છે. બર્નાર્ડ આરનોલ્ટના ગ્રુપ લુઈવીટોન તેના સૌથી નજીકના સ્પર્ધક કેરિંગથી ચાર ગણી વધારે તેની માર્કેટ વેલ્યુ છે.