શિયાળામાં વારંવાર માથું દુઃખે છે ?
શિયાળો શરૂ થાય કે માથાનો દુઃખાવો ઘણાં લોકોને શરૂ થઈ જતો હોય છે. દવા લેવામાં આવે છતાં થોડા સમય પછી ફરી એ જ સમસ્યા. જાેકે આવા સમયે ઘરેલુ નુસખા અપનાવી શકાય. એનાથી માથાનો દુઃખાવો તો દૂર થશે જ ઉપરાંત વારંવાર દવા લેવાની પણ જરૂર નહીં પડે. એ પહેલા જાણીએ કે શા માટે શિયાળામાં માથું બહુ દુઃખે છે? વિશેષજ્ઞોનું માનીએ તો વધુ પડતો તણાવ કે અપૂરતી ઉંઘ પણ માથાના દુઃખાવાનું કારણ બને છે. શરીરને રિલેકસ થવા માટે પૂરતો આરામ ન મળે અને સખત થાક લાગે ત્યારે પણ માથું દુઃખવા માંડે છે. જર્નલ ઓફ હેડેક પેઈન અનુસાર ઓછું તાપમાન પણ વારંવાર માથાના દુઃખાવા સાથે સીધો સંબંધ ધરાવે છે. આ સમયે ગરમ વસ્તુઓનું સેવન કરવું જાેઈએ. આ સાથે અન્ય લક્ષણોનો સામનો કરવો પડતો હોય તો ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરવો જાેઈએ. માથાનો દુઃખાવો દુર કરવાના કેટલાક ઉપાયો.
કેફીનનું સેવન કરવું ઃ ઠંડી લાગવાથી તમને માથું દુઃખે છે તો એવામાં ગરમ પદાર્થોનું સેવન વધુ કરો. માથાના દુઃખાવામાં સામાન્ય રીતે ચા કે કોફી પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે કેફીનનું સેવન મગજને રિલેકસ રાખે છે તેમજ તણાવ પણ ઘટાડે છે. ધ જર્નલ ઓફ હેડેક પેઈન મુજબ કેફીન મૂડ ચેન્જ કરવાની સાથે બ્લડ વેસલ્સને રિલેક્સ કરીને એલર્ટ થવામાં મદદ કરે છે એનાથી માથાનો દુઃખાવો ઘટે છે.
યોગાસન અને મસાજ ઃ કેટલાંક ખાસ પ્રકારના યોગાસન અને મસાજથી રિલેક્સ થવાશે. યોગાસન કે ડોક અને ખભાની હળવી એકસરસાઈઝથી તમે રિલેકસ થઈ જશો. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના રિસર્ચ અનુસાર યોગ માથાનો દુઃખાવો અને સ્ટ્રેસ ઘટાડે છે. આ ઉપરાંત ફલેક્સિબલ બનાવવામાં મદદ કરે છે. પૂરતો આરામ કરવો ઃ માથાના દુઃખાવાની સમસ્યામાં સૌથી વધુ રાહત આપે છે પૂરતો આરામ, એનું કારણ છે કે આરામ દરમિયાન શરીર અને મગજ બંને રિલેકસ થાય છે, આ કારણથી જ માથાના દુઃખાવામાં વિશેષજ્ઞો સૌપ્રથમ તો આરામ કરવાની સલાહ આપે છે. ન્યુરોલોજિકલ ડિસઓર્ડરના એક રિસર્ચ મુજબ અપૂરતી ઉંઘ અને ઈન્સોમેનિયાની સમસ્યા વારંવાર માથાના દુઃખાવાનું કારણ બને છે. તેથી સાતથી નવ કલાકની ઉંઘ લેવી જાેઈએ.
નવશેકા તેલથી માલિશ ઃ ઠંડીથી અવારનવાર માથું દુઃખતું હોય તો નવશેકા તેલથી માલિશ કરવી તમારા માટે લાભદાયક રહેશે. આ માટે તમે સરસિયાનું તેલ ગરમ કરીને હળવા હાથથી મસાજ કરી શકો છો. મસાજથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને માથાના દુઃખાવામાં રાહત મળે છે. આદુંના ઉકાળાનું સેવન ઃ શરીરમાં ગરમાવો જાળવી રાખવાની સાથે માથાના દુઃખાવામાંથી ઝડપથી રાહત મેળવાવ માટે આદુંનો ઉકાળો પણ શ્રેષ્ઠ ઓપ્શન છે, આ માટે પાણીમાં આદું ઉકાળીને તેનું મધ સાથે સેવન કરી શકાય. આદુમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઈન્ફલેમેટરી ગુણ જાેવા મળે છે. એનાથી માથાના દુઃખાવાની સાથે સુસ્તી તેમજ ઉલટી જેવી સમસ્યાઓમાંથી પણ છૂટકાોર મળશે. પબમેડ સેન્ટ્રલના ર૦૧૮ના રિપોર્ટમાં જાેવા મળ્યું છે કે આદુનું સેવન માઈગ્રેનમાં પણ રાહત આપે છે.