ફ્રેશ ફ્રૂટ્સ અને ફૂડ પ્રોસેસિંગ કંપની – ગ્રોઈંગ્ટન વેન્ચર્સ ઈન્ડિયા વિસ્તરણના માર્ગે
મુંબઈ, સીએ વિક્રમ બજાજ દ્વારા પ્રમોટ કરાયેલ મુંબઈ સ્થિત બીએસઈ એસએમઈ લિસ્ટેડ કંપની ગ્રોઈંગ્ટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડ તાજા ફળોની આયાત અને હોસ્પિટાલિટીમાં કોર્પોરેટને ડિસ્ટ્રીબ્યુશન તથા ઈ કોમર્સ કંપનીમાં સપ્લાય ચેઈનના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની તુર્કી, વિયેતનામ, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ, ચિલી વગેરેમાં ટાઈઅપ સાથે ખેતરોમાંથી ફળોના સોર્સિંગ દ્વારા સમગ્ર ભારતના બજારમાં તાજા ફળો પૂરા પાડવાના વિઝન સાથે પ્રોફેશનલી સંચાલિત છે.
કંપની પાસે એપલ, ઓરેન્જ, મેન્ડરિન, પિઅર, કિવી, ડ્રેગન ફ્રૂટ, એવોકાડો, રેડ ગ્લોબ ગ્રેપ્સ, પ્લમ, નેક્ટેરિન, પીચીસ, ચેરી, બ્લુબેરી, ગ્રેપ ફ્રુટ, મેંગોસ્ટીન, રામ ભૂટાન, લોંગન, ખજૂર, આમલી જેવા ફળોનો વિશાળ પોર્ટફોલિયો છે.
ભારતીય જનતાની આરોગ્ય જાગૃતિ અને જીવનશૈલીને ધ્યાનમાં લેતા એવોકાડો, બ્લુબેરી અને ડ્રેગન ફ્રૂટ્સ જેવા વિવિધ પ્રકારના આયાતી ફળોની માંગ વધી છે. કંપનીએ ભારતની અંદર અને બહાર અત્યંત સક્ષમ, મજબૂત પ્રોકરમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન સપોર્ટ ટીમ બનાવી છે.
અમારું મજબૂત યુએસપી મૂલ્યવાન ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ફળો પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણના પેકેજિંગ અને ઝડપી લોજિસ્ટિક સુવિધા સાથે ગુણવત્તાની તપાસ સાથે ફાર્મમાંથી તાજા ફળો મેળવવાનું છે. અમે ગુણવત્તાયુક્ત ફળો માટે ગુડવિલ અને બ્રાન્ડ વિકસાવી છે. કંપનીએ “GROWFAMIO” નામની બ્રાન્ડની સ્થાપના કરી છે.
વ્યવસાયમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, મેનેજમેન્ટ પાસે કોલ્ડ સ્ટોરેજ સુવિધા ભાડે લઈને અને એમઆઈડીસી, નવી મુંબઈમાં ફ્રુટ્સ એન્ડ સ્પાઈસ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરીને વ્યવસાયના વિસ્તરણની યોજના છે. તે ઓટોમેટિક ગ્રાઇન્ડીંગ, સેપરેશન અને પેકિંગ સુવિધા સાથે FASSAI માન્ય સ્પાઈસ પ્રોસેસિંગ યુનિટ માટેની યોજના ધરાવે છે.
હળદર, ધાણા, જીરું, મરચું પાવડર અને અન્ય પ્રકારના મસાલા પાવડર જેવી પ્રોડક્ટ્સ હશે. વધારાની કાર્યશીલ મૂડી સાથે આશરે રૂ. 1,000 લાખનું મૂડીરોકાણ થશે. રાષ્ટ્રીય સ્તરે કામગીરી માટે કોલ્ડ ચેઇન સાથેના પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સાથે બીટુબી અને બીટુસી માટે પોતાનું ઈ-કોમર્સ પોર્ટલ ધરાવવાની તેની યોજના છે.
પોતાના બ્રાન્ડ નેમ હેઠળ ફળો, મસાલા પાવડર માટે રિલાયન્સ, બિગ બાસ્કેટ, ગોદરેજ ફ્રેશ, મોર, એમેઝોન જેવી કંપનીઓને સેવાઓ પૂરી પાડવા માટે સપ્લાય ચેઈન પાર્ટનર બનવાની તે યોજના ધરાવે છે.
કંપનીએ લાંબા ગાળા માટે તાજા ફળો મેળવવા માટે વિયેતનામ અને તુર્કી સ્થિત કંપની સાથે જોડાણ કર્યું છે. તે વિયેતનામની કંપની સાથે સંયુક્ત સાહસમાં લાંબા ગાળાનો બિઝનેસ કરવાની પણ યોજના બનાવી રહી છે. તેણે હોલસેલ માર્કેટ, રિટેલ સ્ટોર્સ, હોટેલ્સ, રેસ્ટોરાં ચેઈન્સ અને તાજા ફળોના ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુટર્સને નિયમિત સપ્લાય પૂરો પાડવા માટે ભારતમાં રેગ્યુલર ગ્રાહકો તૈયાર કર્યા છે.
કંપનીએ કોવિડ પછીનું સારી કામગીરી દર્શાવી છે અને માર્ચ 2023માં બોનસ શેર (24:100) જાહેર કર્યા છે. અમારી કંપની બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ છે અને ઇક્વિટીની કિંમત મે 2022માં પ્રતિ શેર રૂ. 14 થી વધીને હાલમાં રૂ. 106 પ્રતિ શેર થઈ છે. આનાથી લાંબા ગાળાના વિઝન સાથે રોકાણકારોને સારું વળતર મળ્યું છે.