Western Times News

Gujarati News

નજીવી બાબતે મિત્રો બાખડ્યાઃ એકે બીજાનું માથું છૂંદી આખી રાત બાજુમાં સૂઈ રહ્યો

share broker suicide

પ્રતિકાત્મક

વટવા જીઆઈડીસીમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધોઃ જમવાની ડિશ ફેંકી દેવાની બાબતે બે મિત્ર બાખડ્યા હતા

અમદાવાદ, બદલાની ભાવનાથી પીડાતો યુવક એટલી હદે માનસિક વિકૃત થી ગયો કે તેણે મોડી રાતે તેના જ મિત્રનું પથ્થર મારીને માથું છૂંદી નાખ્યુ અને બાદમાં તેની બાજુમાં સૂઈ ગયો હતો. મિત્ર આખી રાત લોહીથી લથબથ હાલતમાં તરફડિયા મારી રહ્યો હતો

ત્યારે યુવક તેને જાેઈને વિકૃત આનંદ અનુભવી રહ્યો હતો. માત્ર જમવાની ડિશ ફેંકી દેવા જેવી સામાન્ય બાબતે મિત્રો બાખડ્યા હતા. જેનું પરિણામ લોહિયાળ આવ્યું છે. મિત્ર પર હુમલો કરીને યુવક બીજા દિવસે કામ પર જતો રહ્યો હતો પરંતુ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલો મિત્ર રોડ પર પડી રહ્યો હતો. રાહદારીએ યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મત જાહેર કર્યાે હતો.

વટવા વિસ્તારમાં રહેતો પારસ ઉર્ફે બટકો યાદવ અને ધનસિંગ રઘુનાથ ઠાકુર બંને સારા મિત્રો હતા. બંને સાથે કામ કરતા હતા અને સાથે જ જમવા બેસતા હતા. ધનસિંગને પત્ની સાથે અણબનાવ હોવાથી તે પારસ સાથે રાતે સૂઈ જતો હતો. થોડાક દિવસ પહેલાં કામ પતાવીને જ્યારે ધનસિંગ અને પારસ જમવા માટે બેઠા હતા ત્યારે મામલો બીચક્યો હતો.

ધનસિંગે જમવાની ડિશ પારસ પાસેથી ખેંચીને ફેંકી દીધી હતી જેના કારણે બંને વચ્ચે બબાલ થઇ હતી. ધનસિંગે પહેલાં પારસને ઢોર માર માર્યાે હતો અને બાદમાં બંને જણા સૂઈ ગયા હતા.

ધનસિંગને ખબર ન હતી કે પારસે માર ખાધો તેનો બદલો તે એટલો ખરાબ લેશે કે જેમાં તેનું પણ મોત થઈ શકે છે. પારસને માર્યાે તે જ રાતે ધનસિંગને ઊલટી થઈ હતી. જેથી ગિન્નાયેલો પારસ ઉઠ્યો હતો અને બાદમાં પથ્થર લાવીને તેનું માથું છૂંદી નાખ્યું હતું.

પારસે ઉપરાછાપરી ધનસિંગ પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો તેથી તે લોહીથી લથબથ હાલતમાં તરફડિયાં મારી રહ્યો હતો. ધનસિંગ તરફડિયાં મારતો હતો ત્યારે પારસ તેની સાથે સૂઈ ગયો હતો. ધનસિંગ તરફડિયાં મારતો રહ્યો અને પારસ તેને જાેઈને આનંદ અનુભવતો રહ્યો હતો.

વટવા જીઆઈડીસીના પોલીસ ઈન્સ્પેક્ટર એન.ડી.નકુમે જણાવ્યું છે કે ધનસિંગ ઊલટી કરવા માટે ઊઠ્યો ત્યારે તેનું માથું દીવાલ સાથે અથડાવી માર માર્યાે હતો. બાદમાં લોહી નીતરતી હાલતમાં જ ધનસિંગ સૂઈ ગયો હતો. ધનસિંગ તરફડિયાં મારતો રહ્યો અને પારસ તેને જાેઈને આનંદ અનુભવતો રહ્યો હતો.

વટવા જીઆઈડીસીના પોલીસ ઈન્સ્પેક્ટર એન.ડી.નકુમે જણાવ્યું છે કે ધનસિંગ ઊલટી કરવા માટે ઊઠ્યો ત્યારે તેનું માથુ દીવાલ સાથે અથડાવી માર માર્યાે હતો. બાદમાં લોહી નીતરતી હાલતમાં જ ધનસિંગ સૂઈ ગયો હતો. પારસને ઝનૂન ઉડ્યું તેણે પેવર બ્લાકેના બે ફટકા મિત્રના માથામાં મારી દીધા હતા. છતાંય મિત્ર લોહીલુહાણ હાલતમાં ત્યાં રહ્યો એ આરોપી પોતે પણ સૂઈ ગયો હતો.

બીજા દિવસે પારસ ઊઠીને કામ માટે જતો રહ્યો હતો જ્યારે કોઈ રાહદારીએ ધનસિંગને જાેતાં ૧૦૮ને જાણ કરી દીધી હતી. ૧૦૮ ઘટના સ્થળે પહોંચીને ધનસિંગને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં બીજા દિવસે તેનું મોત થયું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાંની સાથે જ વટવા જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યાે હતો. સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસે પારસ ઉર્ફે બટકાની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.