બાલ સખા ગ્રુપ દ્વારા સ્નેહમિલન સમારંભ
અમદાવાદ : રવિવારના રોજ કાલુપુર વિસ્તારની અલગ અલગ પોળો, જેવી કે પટેલની પોળ, બકરી પોળ,છગનભાઈચંદની ખડકી, રણછોડજીની ખડકી, રાજારામ પરસોત્તમ ખડકી, દયટની ખડકીના જુના બાળપણના મિત્રો, આજથી છ વર્ષ પહેલાં વોટ્સએપ ગ્રુપ દ્વારા “બાલ સખા”ના નામે શરુ કરવામાં આવ્યુ હતું.
ગતવર્ષે ૭૫ વર્ષના વડીલોના સન્માન બાદ મળેલ હકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં લઈને આ વર્ષે ૨૨થી વધુ ૭૦ વર્ષથી વધુ વયના વડીલો, ૨૨૨થી વધુ પરિણીત બહેન તથા ૬૪થી વધુ કુમારિકાઓનું સન્માન કરવાના એક કાર્યક્રમનું આયોજન જોઈતારામ પટેલ કોમ્યુનીટી હોલ, નવા વાડજ ખાતે “સ્નેહમિલન” કાર્યક્રમ અંતર્ગત થનાર કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે.
પોળની બહેન-દીકરીઓ તથા વડીલોનું પરંપરાગત રીતે માનભેર સન્માન કરવાના કાર્યક્રમમાં પોળના રહીશોએ ઉત્સાહભેર ભાગ લઈને આજના સોશિયલ મીડિયાના યુગમાં આડોશ-પડોશના સંબંધોને માનભેર સન્માન આપવાના અનોખા કાર્યક્રમને પોળના રહીશોએ સહર્ષ વધાવીને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી હતી.
પટેલની પોળ અને રાજારામ પરસોત્તમની ખડકી માટે મહત્વની યાદગીરી એ છે કે, ૧૯૭૧ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા હરીફાઈમાં પટેલની પોલ સમગ્ર અમદાવાદ શહેરમાં પ્રથમ ક્રમે જયારે રાજારામ પરસોત્તમની ખડકી તૃતીય ક્રમે વિજેતા બની સમગ્ર અમદાવાદમાં કાલુપુર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.
પટેલની પોળમાં ચાલતા શ્રેયસ મિત્ર મંડળ દ્વારા અગાઉ નિયમિતપણે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી નિમિત્તે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરાવવી તેમજ ઉજવણી અને પીકનીકના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હતા.
પોતાની સાંસ્કૃતિક પ્રવૃતિઓને આગળ વધારવાના મક્કમ નિર્ધાર સાથે “બાલ સખા” ગ્રુપ દ્વારા દિવાળી બાદ તા.૭મી જાન્યુઆરીના રોજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ પોળના જ ગાયક કલાકારો પંકજભાઈ ઠાકર, શ્રી જનકભાઈ ભાવસાર અને તેમના ધર્મપત્ની નિશાબેન ભાવસારે ગીત-સંગીત અને ગરબાના કાર્યક્રમ થકી ઉપસ્થિત રહીશોને મનોરંજન પૂરું પાડેલ. ત્યારબાદ સ્વાગત સન્માન સંગીત અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગુલાબની પાંદડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.