મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા “આદિથી આઝાદી સુધી” કાર્યક્રમનું આયોજન
(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઘ્વારા પશ્ચિમ ઝોન ૧ અને પશ્ચિમ ઝોન ૨ દ્વારા આદિથી આઝાદી સુધી. ઇતિહાસની સફરે.. તથા શૈક્ષણિક સિદ્ધિ ઋણ સ્વીકાર સમારોહ પંડિત દિનદયાલ હોલ બોડકદેવ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કુલ બોર્ડના ચેરમેન શ્રી મા. ડો. સુજયભાઈ મહેતા,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી માન. ડો.એલ. ડી દેસાઈ સાહેબ, ડાયટ ના પ્રાચાર્ય શ્રી બાવાસાહેબ, સ્કુલ બોર્ડના નાયબ શાસનાધિકારીશ્રી, સ્કૂલબોર્ડ ના તમામ સભ્યો, તમામ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મેહતા અને શાસનાધિકારી લબ્ધીર દેસાઈના જણાવ્યા મુજબ કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા સહુ માનવંતા મહેમાનોનું વૈદિક મંત્રોચ્ચારથી તિલક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમના પ્રથમ સોપાન સમાન ઇતિહાસના વિવિધ પાત્રો અને પરિસ્થિતિઓને તાદ્રશ્ય કરતા પ્રદર્શનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં આદિ માનવ થી લઈને ઇતિહાસના વિવિધ રાજાઓ, પ્રસંગો અને યુદ્ધોનું સુંદર મજાનું નાટ્યકરણ કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં રજૂ કરેલી કૃતિઓ એટલી આબેહૂબ હતી કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ચરણોમાં પધારેલા મહેમાન શ્રીઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા, તો વળી બિરસા મુંડા અને રાજા રામમોહનરાય જેવા પાત્રો સાથે ગર્વ ભેર ફોટા પડાવ્યા હતા.
આ દરમ્યાન હોલમાં ચાણક્ય વગેરેના પાત્રોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સહુ મહેમાનોએ સેલ્ફી પોઇન્ટ માં ઉભા કરેલા સ્વામી વિવેકાનંદ, શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી વગેરે જેવા પાત્રો સ્વરૂપે ફોટા પડાવી આનંદ માણ્યો હતો. ત્યારબાદ ફૂલો વડે કરવામાં આવેલી વિશાળ રંગોળીનું ધ્યાનપૂર્વક અવલોકન કર્યું હતું અને બહાર લગાવેલા વિવિધ હેરિટેજ સ્થળો ની માહિતી દર્શાવતા પોસ્ટર્સ પણ નિહાળ્યા હતા.