Western Times News

Gujarati News

બોલિવૂડના નવા કપલથી લઇને ઘણા સેલેબ્રિટીઝે ચોથની ઉજવણી કરી

મુંબઈ, બોલિવૂડના નવા કપલથી લઇને ઘણા સેલેબ્રિટીઝે રવિવારે કરવા ચોથની ઉજવણી કરી હતી. જેમ કપૂર હાઉસની હોળી અને બચ્ચન પરિવારની દિવાળી પાર્ટી બહુ જાણીતી છે, તેમ અનિલ કપૂરના પરિવારની કરવા ચોથ જાણીતી છે.

અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂરની કરવા ચોથ પાર્ટી જાણીતી છે, જેમાં બોલિવૂડના કલાકારોની પત્નીઓ અને ભૂતપૂર્વ અભિનેત્રીઓ સજીધજીને કરવા ચોથની પૂજા અને ઉજવણી કરવા માટે આવે છે, તેમાં આ વખતે સોનમ કપૂર ઉપરાંત, શિલ્પા શેટ્ટી, રાની મુખર્જી, નિલમ, ટિં્‌વકલ ખન્ના, ગીતા બસરા અને મીરા રાજપૂત પણ જોડાયા હતા.

આ ઉપરાંત, નવા કપલ સોનાક્ષી સિંહા, પરિણિતી અને રાઘવ ચઢ્ઢા, ક્રિતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ, રકુલપ્રિત સિંઘ અને જેકી ભગનાની તેમજ કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મ્લ્હાત્રાએ પણ કરવા ચોથની ઉજવણીની તસવીરો શેર કરી હતી.

આ ઉપરાંત અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમજ કેટરિના કૈફ અને વિકી કૌશલની તસવીરોને પણ તેમના ફૅન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રેમ મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.