હિના ખાનથી લઈને સુરભી ચાંદના સુધી ઘણી એક્ટ્રેસ બનશે દુલ્હન
મુંબઈ, ટીવીની નાગિન સુરભી ચંદના બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. એક્ટ્રેસ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કરવા જઈ રહી છે.
બંને આ વર્ષે માર્ચમાં સાત ફેરા લેશે. ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક હિના ખાન લાંબા સમયથી રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે. આ વર્ષે બંને લગ્નની ફાઈનલ ડેટ જાહેર કરી શકે છે. જસ્મીન ભસીન ઘણા સમયથી અલી ગોનીને ડેટ કરી રહી છે.
રિપોર્ટ મુજબ બંને આ વર્ષે તેમના લગ્નની તારીખની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે ‘બિગ બોસ ૧૪’માં બંનેએ બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની લવ સ્ટોરી પણ ‘બિગ બોસ’ના ઘરમાંથી શરૂ થઈ હતી.
ઘણા સમયથી બંનેના લગ્નની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ મુજબ આ કપલ આ વર્ષે લગ્ન કરી શકે છે. ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે વર્ષ ૨૦૨૦માં ખુલાસો કર્યો હતો કે તે મિલિંદ ચંદવાનીને ડેટ કરી રહી છે. શક્ય છે કે તે પણ આ વર્ષે લગ્ન કરી શકે છે.
‘ઉડારિયાં’ ફેમ પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિત ગુપ્તા બહુ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાય શકે છે. બિગ બોસના ઘરની અંદર પણ દર્શકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી. બિગ બોસ ફેમ આરતી સિંહ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાય જશે.
એક્ટ્રેસ તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ આ કપલ આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરી શકે છે.SS1MS