USA: ટેક્સાસથી ફ્લોરિડા સુધી- ટોર્નેડોને કારણે 50 મિલિયન લોકોને અસર
નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડાએ તબાહી મચાવી ગયુ છે. ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ લોકોના મોત થયા છે અને બીજા સેંકડો લોકો ઘાયલ થયા છે.
અમેરિકાના હવામાન વિભાગે આ વિસ્તારમાં વાવાઝોડુ ફૂંકાશે તેવી આગાહી કરી હતી પણ તેના આકાર અને હવાની ગતિ પર કોઈ જાણકારી આપી નહોતી. આ તોફાનમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક વ્યક્તિનુ મોબાઈલ હોમ પાર્કમાં તોફાનના ટકરાવાથી મોત થયુ હતુ.
ટેક્સાસ રાજ્યમાં આ વાવાઝોડાના કારણે 50000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અમેરિકામાં સતત બીજા દિવસે તોફાન આવ્યુ હતુ. આ પહેલા બુધવારે સૂસવાટા મારતા પવનોના કારણે ઘણા મકાનોને નુકસાન થયુ હતુ અને સેંકડો વૃક્ષો પડી ગયા હતા. તોફાન બાદ ફાયર બ્રિગેડની સેકંડો ટીમો રાહત કામગીરીમાં જોડાઈ હતી.
A scary hailstorm in #Arkansas, #USA #Weather #nature #Cyclone #CycloneAlert pic.twitter.com/B3yaPP2eYW
— Anil Kumar Verma (@AnilKumarVerma_) June 15, 2023
કાટમાળમાં લોકો દબાયેલા છે કે નહીં તેની જાણકારી મેળવવાનુ ચાલુ છે અને આ તોફાનમાં ઈજાગ્રસ્તોનો આંકડો વધે તેવી શક્યતા છે.હવાની ગતિ એટલી તેજ હતી કે, પાર્ક થયેલી કેટલીક કારો પણ દુર સુધી ફેંકાઈ ગઈ હતી. અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઉનાળાની સિઝન દરમિયાન આ પ્રકારના વાવાઝોડા આવતા હોય છે અને ભારે તબાહી મચાવતા હોય છે.