આજથી ગુજરાત પોલીસ નવા કાયદા હેઠળ ગુના નોંધશે
અમદાવાદ, દેશમાં ઇન્ડિયન પીનલ કોડ સહિતના એક્ટના કાયદામાં મોટાપાયે ફેરફાર કરાયા બાદ તા.૧ જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવનાર છે. જે અનુસંધાને ગુજરાત પોલીસે નવા કાયદાના અમલ માટે તૈયારીઓ પૂર્ણ કરી છે.
જેમાં રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ માટે વિશેષ તાલીમ સત્ર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસને લગતા તમામ સોફ્ટવેરમાં પણ નવા કાયદા અંગે તમામ અપડેટ કરી દેવાયુ છે.
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૩માં ભારતીય દંડ સહિતા એટલે ઇન્ડિયન પીન કોડ, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ઇન્ડિયન ઇવીડન્સ એક્ટમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા હતા. જે કાયદાનો અમલ તા.૧ જુલાઇથી થવાનો છે.
ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આ અનુંસધાનમાં છેલ્લાં ત્રણ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. જે અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ અધિકારી કર્મચારીઓ સાથે વાત કરી હતી.
પોલીસને નવા કાયદા અંગે માહિતી મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ તાલીમ સત્ર યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સોફ્ટવેરમાં તમામ નવા કાયદાની વિગતો અપડેટ કરવામાં આવી છે.
જેથી પોલીસ માટે ગુનો નોંધવાની કામગીરી સમયે સરળતા રહેશે. સાથેસાથે શરૂઆતના તબકકામાં થોડી મુશ્કેલી શક્યતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાના નિષ્ણાંતોની મદદ મળી તે માટે જિલ્લા અને શહેરો પ્રમાણે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.SS1MS