Western Times News

Gujarati News

ગુજરાતમાં બે કેસમાંથી કોરોનાનો આંકડો ૧૩ સુધી પહોંચી ગયો

અમદાવાદ, કોવિડના નવા કેસ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં કોરોનાના ૭ એક્ટિવ કેસ છે. ૭ પૈકીના ૫ કેસ વિદેશથી આવેલા, જ્યારે ૨ કેસની ટ્રાવેલ હિસ્ટરી નહીં.

૪ મહિલા અને ૩ પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં છે. તમામ દર્દીઓ અમદાવાદના નદી પારના પશ્ચિમ વિસ્તારના છે. તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે.

કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વાઇરસ છે કે નહીં એ રિપોર્ટ અવાય બાદ માલુમ પડશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસના નવા સબ-વેરિયન્ટે દુનિયાને ચોંકાવી દીધી છે. કોરોના વાયરસના જેએન.૧ વેરિયન્ટે દેશમાં ડરનો માહોલ બનાવ્યો છે.

હાલ ગુજરાત સહિત દેશમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં તકેદારી રાખવામાં આવી રહી છે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના જે કેસ જાેવા મળે છે ભારતમાં ૨૩૦૦ જેટલા કેસ છે ગુજરાતમાં કુલ ૧૩ કેસ છે. ગુજરાતમાં એક કેસ આજે નોંધાયો છે.

ઓકટોમ્બર માસમાં પણ ૨૦ કેસ નોંધાયા હતા, આજે પણ વાઇબ્રન્ટ ગુજરાતને અસર થાય એવું કોઈ વાતાવરણ કોરોનામાં નથી. કોરોનાના કારણે રાજ્યમાં કોઈ મૃત્યુ એક મહિનામાં નોંધાયો નથી. આ વેરિયન્ટ ખૂબ માઈલ કેસ છે.

વિદેશથી આવતા લોકોને કોરોના લક્ષણ લાગશે તો તેમને પણ કહેવામાં આવશે કે ટેસ્ટ કરાવી લે. સરકાર ખૂબ સાવધાની રાખી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ દર સપ્તાહે ચારથી પાંચ કેસ આવતા હતા. નવા વેરીયન્ટમાં મૃત્યુના કેસ જાેવા મળ્યા નથી.

વાઈબ્રન્ટમાં સીધી અસર કોરોનાના કારણે થશે નહી. કોરોના આવે તેની આસપાસના લોકોએ કાળજી રાખવી હિતાવહ છે. નવો વેરીયન્ટ ખૂબ માઈલ છે.

ચિંતાનો કોઈ વિષય નથી. સાવધાની રાખી વાયબ્રન્ટ યોજાશે. સાથે જ જણાવ્યું કે, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા થઈ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને કોઈ અસર થાય તેવું લાગતું નથી SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.