FSLમાં પીઆઈ દેસાઈનો પરસેવો છૂટી ગયો
અમદાવાદ: સ્વીટી પટેલ મર્ડર કેસનો કોયડો ૪૯ દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉકેલી શકી હતી. પીઆઇ અજય દેસાઇએ તેની પત્ની સ્વીટી પટેલનું ગળુ દબાવીને કરેલી હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં રોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે.
પોલીસ તપાસમાં અજય દેસાઈના મનસૂબાની અનેક એવી બાબતો સામે આવી રહી છે. એફએસએલ દ્વારા અજય દેસાઇના એસડીએસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જેમાં એક પ્રશ્ન પર અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો, જેના પરથી તેની પોલ ખૂલી ગઈ હતી. એફએસએલમાં અજય દેસાઈના શરીરના પરસેવાના આધારે ટેસ્ટ કરાયો હતો. જેમાં તેને અનેક સવાલો પૂછવામાં આ્વયા હતા.
પરંતુ એક સવાલમાં અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો. ટેસ્ટમાં તેને પૂછાયુ હતું કે, સ્વીટીને છેલ્લે ક્યારે મળ્યો હતો? આ જવાબ આપવામાં અજય દેસાઈને ફાંફા પડી ગયા હતા અને તેને પરસેવો આવી ગયો હતો.
જેથી તે શંકાના ઘેરામાં આવી ગયો હતો. જેથી તેના હત્યારા હોવાની સાબિતી ખૂલી હતી. તો બીજી તરફ અજય દેસાઈએ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા પણ ના પાડી હતી, જેથી તે શંકાના દાયરામાં તો આવી જ ગયો હતો. ઉલ્લેખનીય છે, સ્વીટી પટેલ મિસિંગ કેસમાં એફએસએલની ટીમની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે.
એફએસએલ દ્વારા એસડીએસ ટેસ્ટમાં અજય દેસાઈના અનેક ભેદ ખૂલ્યા હતા. ઈઝરાયેલની ખાસ એસડીએસ ટેકનોલોજી દ્વારા અજય દેસાઈનો ટેસ્ટ કરાયો હતો.