Western Times News

Gujarati News

FSLમાં DNA ટેસ્ટ અને સાયબર ક્રાઈમ માટેની પરીક્ષણ ફી રૂ.૧૬,૧૦પ

એફએસએલ કર્મચારી-અધિકારીની સ્થળ મુલાકાતના રૂ.૮૦પર ચુકવવા પડશે

(એજન્સી)ગાંધીનગર, રાજયના ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી દ્વારા કરતા વિવિધ પરીક્ષણની ફીમાં ૧૦ ટકા વધારો કરાયો છે. જેના કારણે કેટલાક પરીક્ષણો માટેની ફીના દર ભાગે વધી ગયા છે.

ગૃહ વિભાગ સિવાયના સરકારના અન્ય અર્ધ સરકારી વિભાગો, રાજય અને કેન્દ્ર સરકારર તેમજ ખાનગી સંસ્થા કે બહારની વ્યકિત તરફથી આવતા નમુનાની ચકાસણી માટે પણ સપ્ટેમ્બર-ર૦ર૪થી જ નવા દર લાગુ પાડવામાં આવ્યા છે.

ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલી સુચના મુજબ એફએસએલ ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં આવતા કેસની ચકાસણી,પૃથ્થકરણ અને ફોરેન્સીક સાયકોલોજી જુથમાં આવતાં હોય તે સહીતના નમુનાના પરીક્ષણમાં દર રબે વર્ષે થતો વધારો લાગુ કરાયો છે. જેમાં હાલ સૌથી વધુ કરાવાય છે. તેવા ડી.એન.એ. સાયબર ક્રાઈમ, નાર્કો એનાલીસીસ વગગેરેનો પણ સમાવેશ કરાયો છે.

રાજયના ગૃહ વિભાગ સિવાયની અન્ય સરકારી વિભાગો અને રાજય-કેન્દ્રની સંસ્થા માટે નવા દર લાગુ પડશે. ગૃહ વિભાગ હેઠળના પોલીસ તંત્ર દ્વારા ગુનાને લગતા વિવિધ પરીક્ષણ કરાવાતા હોહય છે.તેમા આ દર લાગુ પડતા નથી.

ગૃહ વિભાગ સિવાયની તમામ સરકારી-અર્ધ સરકારી કચેરી માટે સ્થળ મુલાકાત લઈને તાંત્રીક અભિપ્રાય આપવાનો થતો હોય છે. તેવા કિસ્સામાં એફએસએલના અધિકારી-કર્મચારીને મુલાકાત દીઠ ૮૦પર રૂપિયા ફી ચુકવણી પડશે. પરીક્ષણની ફી સરકારી તિજોરીમાં જમા કરાવાતી હોય છે.

અનેક કિસ્સામાં અદાલતમાં પણ એફએસએલનો રૂબરૂ અભિપ્રાય લેવાતો હોય છે. તેવા કિસ્સામાં સરકાર રપક્ષકાર ન હોય તેવા ખાનગી વ્યકિત કે આરોપી દ્વારા કેસની તપાસ દરમ્યાન અદાલતમાં સાક્ષી તરીકે બોલાવાય ત્યારે કલાક દીઠ ૧પ૯૭ રૂપિયાની ફી લેવાશે. તે સાથે આવા કિસ્સામાં નમુના દીઠ ૮૦,પરપ રૂપિયાનું ફીનું ધોરણ પણ નકકી કરાયું છે.

નાગરીક પુરવઠા સહીત ગૃહ વિભાગ સિવાય તમામ સરકારીર અને અર્ધ સરકારી વિભાગો તરફથી આવતા કેટલાક નમુનાની ચકાસણી માટે ફીનો દર ૮૦પર રાખવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.