FTI દ્વારા ૨૩૧૦૨ કરોડનું માર્કેટમાં જંગી મૂડીરોકાણ થયું
નવીદિલ્હી: ભારતીય મૂડી માર્કેટમાં વિદેશી કારોબારીઓનો આત્મવિશ્વાસ અકબંધ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ ૨૩૧૦૨ કરોડ રૂપિયાની જંગી રકમ ઠાલવી દીધી છે. બજેટ અને આરબીઆઈના નિર્ણયને લઇને મૂડીરોકાણકારો આશાસ્પદ દેખાયા છે. આરબીઆઈએ હાલમાં જ તેના નવા પોલિસી નિર્ણયમાં વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યા નથી. ડિપોઝિટરી ડેટા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ ત્રીજીથી ૨૦મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ઈક્વિટીમાં ૧૦૭૫૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧૨૩૫૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૨૩૧૦૨ કરોડ રૂપિયા રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ભારતીય મૂડી માર્કેટમાં નાણાં સતત ઠાલવ્યા છે.
૨૦૧૯માં એફપીઆઈ દ્વારા ઈક્વિટી અને ડેબ્ટ બંનેમાં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટને બાદ કરતા એફપીઆઈએ સમગ્ર વર્ષ દરમિયાન બાકીના મહિનાઓમાં નાણા ઠાલવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૨૮૭૧.૮ આઠ કરોડ રહ્યો હતો.
એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ અને ઓક્ટોબરમાં પણ રોકાણ કર્યું હતું. એફપીઆઈ દ્વારા અગાઉના બે મહિનામાં પણ લેવાલી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.
આ પહેલા એફપીઆઈ દ્વારા ઈક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ગયા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઈક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે. બજેટમાં કેટલાક પગલા જાહેર કરાયા હતા જેમાં ડીડીટીને દૂર કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત કોર્પોરેટ બોન્ડમાં એફડીઆઈની મર્યાદાને વધારીને ૧૫ ટકા કરાઈ હતી.