Western Times News

Gujarati News

ઈઝરાયેલને બરબાદ કરવા અમેરિકાના આ મોટા ઉદ્યોગપતિનું ફંડિંગ

અમેરિકાની ટોપ રેંકીંગની યુનિવર્સિટીઓ ઈઝરાયલ વિરોધી આંદોલન કરતા વિદ્યાર્થીઓનો અડ્ડો 

(એજન્સી)વોશિગ્ટન, હાવર્ડ, યેલ, બર્કલે અને કોલંબિયા સહિત અમેરિકાની ઘણી વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ આ દિવસોમાં ઈઝરાયલ વિરોધી આંદોલન કરતા વિદ્યાર્થીઓનો અડ્ડો બની ગઈ છે.

અહીંના ઘણા વિદ્યાર્થીઓ ગાઝામાં ઈઝરાયેલના હુમલા અટકાવવાની માગ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં હડતાળ પર બેઠા છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વિવિધ સ્થળોએ ટેન્ટ લગાવી રહેવાનું શરૂ કર્યું છે. પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યાં સુધી ગાઝામાં ઈઝરાયેલ બોમ્બ ફેંકવાના બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ પ્રદર્શન બંધ નહીં કરે.

અમેરિકાની અનેક ટોચની યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓને રહેવાથી લઈને ભોજન સુધીની કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રદર્શનકર્તાઓ માટે તંબૂથી લઈને ચિકન, પિઝાથી લઈને કોફી સુધીની દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વિદેશી મીડિયાના અહેવાલ મુજબ, આ પ્રો-પેલેસ્ટાઈન વિરોધીઓને અમેરિકન અબજોપતિ યહૂદી ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલા દ્ગર્ય્ં દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

જ્યોર્જ સોરોસ ડાબેરી વિચારધારા ધરાવતા પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ છે. એવું કહેવાય છે કે એકવાર જ્યોર્જ સોરોસે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને બરબાદીના આરે મૂકી દીધું હતું. આ એ જ જ્યોર્જ સોરોસ છે, જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે, એક વર્ષ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૩માં સોરોસે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને પીએમ મોદી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

જ્યોર્જ સોરોસ હંગેરિયન-અમેરિકન અબજોપતિ હેજ ફંડ મેનેજર અને પરોપકારી છે.ઑક્ટોબર 2023 સુધીમાં, તેની પાસે US$6.7 બિલિયનની નેટવર્થ હતી, તેણે ઓપન સોસાયટી ફાઉન્ડેશનને $32 બિલિયનથી વધુનું દાન આપ્યું હતું,  જેમાંથી $15 બિલિયનનું વિતરણ થઈ ચૂક્યું છે, જે તેના 64%નું પ્રતિનિધિત્વ કરે છે. ફોર્બ્સે સોરોસને “સૌથી ઉદાર આપનાર” (નેટવર્થની ટકાવારીની દ્રષ્ટિએ) ગણાવ્યા હતા. તે ન્યુયોર્કનો રહેવાસી છે.

અમેરિકાની ૮થી વધુ યુનિવર્સિટીઓમાં જે વિરોધ ચાલી રહ્યો છે તેની શરૂઆત કોલંબિયા યુનિવર્સિટીથી થઈ હતી. હવે આ પ્રદર્શનમાં હાર્વર્ડ, યેલ, બર્કલે, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને જ્યોર્જિયાની એમોરી યુનિવર્સિટી પણ સામેલ છે.

વિદેશી મીડિયાના અહેવાલ અનુસાર, અમેરિકન યુનિવર્સિટીઓમાં જે વિરોધ થઈ રહ્યો છે તે ત્રણ યુનિવર્સિટીઓમાં ફેલોશિપ મેળવનારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીઓને યુએસ કેમ્પેઈન ફોર પેલેસ્ટિનિયન રાઈટ્‌સ (યુએસસીપીઆર-યુએસસીપીઆર) તરફથી ફેલોશિપ મળે છે. જ્યારે યુએસસીપીઆરને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

માહિતી મુજબ, યુએસસીપીઆર એક અઠવાડિયામાં રોજના ૮ કલાક પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરવા સારી એવી રકમ પણ ચૂકવે છે. સહકાર્યકર્તાઓને ડોલર ૭૮૦૦, કેમ્પસ ફેલો(વિદ્યાર્થી)ને ડોલર ૨૮૮૦ અને ડોલર ૩૬૬૦ આપે છે.

અત્યાર સુધીમાં જ્યોર્જ સોરોસના એનજીઓ ઓપન સોસાયટી ફાઉન્ડેશન પાસેથી લગભગ ૩ લાખ યુએસ ડોલર મળ્યા છે. તેમજ ૨૦૧૯ થી રોકફેલર બ્રધર્સ ફંડમાંથી ૩ લાખ ૫૫ હજાર રૂપિયા પણ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.